હવે ગુજરાતમાં ખેતી કરવી પણ મોંઘી બની, ખાતર, ખેડ, પાણી, દવા, મજૂરીનો ખર્ચ વધતા ખેડૂતો પરેશાન
ગત વર્ષની સરખામણીએ ડીઝલ અને મજૂરીમાં વધારો થતો ખેડૂતોને દોઢ ગણો ખર્ચ વધી ગયો છે. ગત વર્ષે એક કલાકના ખેડામણના 800 રૂપિયા થતા હતા. જ્યારે ચાલુ વર્ષે એક કલાકના ખેડામણના 1 હજાર રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લીમાં વધતી મોંઘવારીથી ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બન્યું છે. ચોમાસુ નજીક આવતા ખેતર તૈયાર કરવા માટે ખેડૂતોએ કામગીરી શરૂ કરી છે. પરંતુ મોંઘવારીના લીધે ખેડ, ખાતર અને મજૂરીનો ખર્ચ વધી ગયો છે..જેથી વાવણી માટે ખેતી તૈયાર કરવામાં ખેડૂતોને વધુ ખર્ચ કરવાનો વારો આવ્યો છે.
સગા ભાઈઓમાં જન્મોજનમનો વેર : નાનાભાઈએ આવેશમાં આવીને મોટાભાઈને મારી નાંખ્યો
ગત વર્ષની સરખામણીએ ડીઝલ અને મજૂરીમાં વધારો થતો ખેડૂતોને દોઢ ગણો ખર્ચ વધી ગયો છે. ગત વર્ષે એક કલાકના ખેડામણના 800 રૂપિયા થતા હતા. જ્યારે ચાલુ વર્ષે એક કલાકના ખેડામણના 1 હજાર રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે..ગત વર્ષે એક દિવસની મજૂરી 200 રૂપિયા હતી જે વધીને ચાલુ વર્ષે 400 રૂપિયા થઈ ગઈ છે. જેથી ખેડૂતો વધતા ખર્ચ સામે ટેકાના ભાવ પણ વધારવા ખેડૂતો માગ કરી રહ્યા છે.
એશિયા કપ 2023 અંગે પાકિસ્તાને આપ્યું અલ્ટીમેટમ, હવે BCCI લેશે અંતિમ નિર્ણય
ચોમાસુ સીઝન નજીક આવતા ખેડૂતોએ ખરીફ વાવણી માટે ખેતર તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે ત્યારે ચાલુ વર્ષે ખેતી ગત વર્ષની સરખામણીમાં દોઢ ગણી મોંઘી બની છે. ચાલુ વર્ષે ડીઝલ અને મજૂરી મોંઘી બનતા ખેડામણ અને મજૂરી પાછળ ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડી રહો છે જેથી ખેડૂતો પરેશાન છે.
આ જાતકો માટે આગામી 7 દિવસમાં 'છપ્પરફાડ ધનલાભ'ના બની રહ્યા છે યોગ, સુખ-સંપત્તિ વધશે
ઉનાળો પૂર્ણતાની તરફ આગળ વધી રહ્યો તેમતેમ ખેડૂતોએ ચોમાસુ વાવણી માટે તૈયારીઓ શરુ કરી છે પણ આ વખતે ખેડૂતોને ખેતી પાછળ ગત વર્ષની સરખામણીમાં દોઢો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ છે કેમ કે ગત વર્ષની સરખામણીમાં ડીઝલ તેમજ છૂટક મજૂરોની મજૂરીમાં વધારો થયો છે જેના કારણે ખેતી મોંઘી બની છે. બીજી તરફ સરકાર દ્વારા ટેકાના ભાવોમાં સામાન્ય વધારો કરવામાં આવે છે, જેથી ખેડૂતને પોષણક્ષમ ભાવો નહિ મળતાં ખર્ચ સામે આવક નહિવત મળે છે.
સફેદ સોનાની ખેતી કરીને ભરપેટ પસ્તાયા અમરેલીના ખેડૂતો,માર્કેટમાં સાવ તળિયે બેસ્યો ભાવ
ઉલ્લેખનીય છે કે આ વખતે ખાતર બિયારણ અને પેસ્ટીસાઈજ દવાઓના ભાવોમાં માત્ર 5 ટકા વધારો થયો છે પણ ડીઝલ અને મજુરીના ભાવોમાં થયેલો વધારો આ વખતની ખેતી મોંઘી કરશે ત્યારે સરકાર દ્વારા પણ ટેકાના ભાવોમાં સામાન્ય નહિ પણ ખર્ચની સામે પોષણક્ષમ ભાવ મળે તેવો ટેકાનો ભાવ જાહેર કરાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
જૂન મહિનામાં ગ્રહ ગોચરથી 5 રાશિના જાતકોને મળશે લાભ, પ્રમોશન-ધનલાભનો પ્રબળ યોગ
ખાસ કરીને ગત વર્ષે એક કલાક ખેડામણના 800 રૂપિયા હતા જે ચાલુ વર્ષે એક કલાકના 1000 હજાર ચૂકવવા પડી રહયા છે .જ્યારે ગયા વર્ષે એક મજુરને એક દિવસની 200 રૂપિયા મજૂરી ચૂકવવી પડતી હતી જે ચાલુ વર્ષે વધીને 400 રૂપિયા થઇ ગઈ છે. બીજી તરફ ગયા વર્ષે કરતા ડીઝલના ભાવોમાં વધારો થવાના કારણે હાલ ડીઝલનો ભાવ પ્રતિ એક લીટરના 92.52 છે જયારે ગત વર્ષે એપ્રિલ માસમાં 90.51 પૈસા હતો ત્યારે સતત વધી રહેલા ખેડામણ અને મજૂરીના ભાવો વચ્ચે પણ જગતનો તાત જીવન નિર્વાહ કરવા ખેતી માટે મજબુર છે.