અરવલ્લીના ધનસુરામાં શાળાએ જતા વિદ્યાર્થીઓની રીક્ષાની ઉપર ‘જોખમી સવારી’
અમદાવાદમાં સોમવારે ત્રણ વિદ્યાર્થીઓ ચાલુ સ્કુલવાનમાંથી પડી જતા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ત્યારે બીજીબાજુ અરવલ્લીના ધનસુરા તાલુકામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સવારી કરને શાળાએ ભણવા માટે જઇ રહ્યા છે. વિસ્તારમાં એસટી બસના અભાવે વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરીને ભણવા જવુ પડી રહ્યો છે.
સમીર બલોચ/અરવલ્લી: અમદાવાદમાં સોમવારે ત્રણ વિદ્યાર્થીઓ ચાલુ સ્કુલવાનમાંથી પડી જતા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ત્યારે બીજીબાજુ અરવલ્લીના ધનસુરા તાલુકામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સવારી કરને શાળાએ ભણવા માટે જઇ રહ્યા છે. વિસ્તારમાં એસટી બસના અભાવે વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરીને ભણવા જવુ પડી રહ્યો છે.
અરવલ્લી જિલ્લાના ઘનસુરા તાલુકામાં વિદ્યાર્થીઓ એસટી બસનો અભાવ હોવાના કારણે રીક્ષા પર બેસીને જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર છે. ત્યારે આ રીતે રીક્ષાની ઉપર ચડીને મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ અભ્યાસ કરવા માટે જઇ રહ્યા છે. મહત્વનું છે, કે અમદાવાદમાં એક દિવસ પહેલા જ ચાલુ સ્કૂલવાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાની ઘટના બની હતી.
‘સલામત સાવરી એસ.ટી અમારી’ દારૂ પીધેલી હાલતમાં ST બસનો ડ્રાયવર ઝડપાયો
જુઓ LIVE TV
અરવલ્લી જિલ્લામાં અવવાર નવાર જીવના જોખમે સવારી કરતા અનેક વાર વીડિયો વાયરલ થયા હોવા છતા પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની ડ્રાઇવ ચલાવામાં આવતી નથી. એસટી બસના અભાવે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ખાવગી વાહનોમાં મોતની સવારી કરવા માટે મજબૂર છે. અને તંત્ર કે સરકાર દ્વારા આ કોઇ પણ પ્રકારના પગલા ભરવામાં આવતા નથી.