‘સલામત સાવરી એસ.ટી અમારી’ દારૂ પીધેલી હાલતમાં ST બસનો ડ્રાયવર ઝડપાયો

રાધનપુર બસ ડેપોમાં એસ.ટીનો ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા રાજ્ય સરકારના ‘સલામત સવારી એસ.ટી અમારી’ના ધજાગરા જોવા મળ્યા હતા. એસ.ટી ડેપોમાં જ ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી એસ.ટી ડેપોના મેનેજર દ્વારા ડ્રાઇવરને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. 
 

‘સલામત સાવરી એસ.ટી અમારી’ દારૂ પીધેલી હાલતમાં ST બસનો ડ્રાયવર ઝડપાયો

પ્રેમલ ત્રિવેદી/પાટણ: રાધનપુર બસ ડેપોમાં એસ.ટીનો ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા રાજ્ય સરકારના ‘સલામત સવારી એસ.ટી અમારી’ના ધજાગરા જોવા મળ્યા હતા. એસ.ટી ડેપોમાં જ ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી એસ.ટી ડેપોના મેનેજર દ્વારા ડ્રાઇવરને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. 

પાટલ જિલ્લાના રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઇવર દારૂ પીને બસ ચલાવે તે પહેલા કન્ડક્ટરની સમય સુચકતાને કારણે ડ્રાઇવરને પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો. કંડક્ટરની સમય સુચકતાને કારણે બસમાં સવાર 28 મુસાફરોના જીવ બચ્યા હતા. આ બસ રાધનપુરથી ફતેહપુર જઇ રહી હતી. ત્યારે એસ.ટી ડેપોમાં જ ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાતા મોટી દુર્ધટના ટળી હતી.

આ અંગે એસ.ટી ડેપોના મેનેજર દ્વારા રાધનપુર પોલીસને ફોન કરવામાં આવ્યો અને પોલીસે પીધેલી હાલતમાં જ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા એસ.ટી બસ માટે સ્લોગન આપવામાં આવ્યું છે, કે સલામત સવારી એસટી અમારી, જ્યારે તેની સામે એસ.ટીના ડ્રાઇવરો દારૂ પીને એસટી બસ ચલાવી રહ્યા છે. આમાં કેવી રીતે સલામત સવારી ગણાવી શકાય.  
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news