જયેશ દોશી/નર્મદા :ગુજરાતના એડવેન્ચર્સના શોખીન લોકો માટે રિવર રાફ્ટીંગ કરવાની કોઈ તક ન હતી. પરંતુ રિવર રાફ્ટીંગ કરવાનો મોકો હવે તેઓને ઘરઆંગણે જ મળી રહેવાનો છે. ગુજરાતમાં પ્રથમવાર નર્મદા નદી ખાતે રિવર રાફ્ટીંગ સુવિધાનો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિ રૂપાણીએ આ સાહસિક પ્રવૃત્તિનો પ્રારંભ કરાવ્યો છે.


Photos : 450 વર્ષ પહેલા એક ગાયને કારણે શોધાયું હતું આ પ્રાચીન શિવમંદિર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવડીયા કોલોની ખાતે પ્રવાસીઓ માટે વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે. ગત 31 ઓક્ટોબરે કેવડીયા કોલોની ખાતે પીએમ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હુતં. તેના બાદ કેવડીયા કોલોની ખાતે અનેક કાર્યક્રમો શરૂ કરાઈ રહ્યાં છે. હવે 1 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ માટે નર્મદા નદીમાં રિવર રાફ્ટીંગ ખુલ્લુ મૂકાશે. ખલવાણી ગામે વહેતી નર્મદા નદી ખાતે આ સુવિધા શરૂ કરાઇ છે. 5 કિલોમીટર વિસ્તારમાં અહીં રિવર રાફ્ટીંગ શરૂ કરાશે. ગોડબોલે ગેટથી સુર્યકુંડ સુધી 5 કિલોમીટરનો વિસ્તાર છે, જ્યાં સહેલાણીઓ રિવર રાફ્ટીંગ કરી શકશે. નદી અહીંથી જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી અને આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે તેથી
સહેલાણીઓ માટે આ એડવેન્ચર રોમાંચક બની રહેશે.


ગૃહિણીઓને શું ખરીદવું કે શું ન ખરીદવું તેનું ટેન્શન, શાકભાજીની સાથે કઠોળના ભાવ પણ વધ્યા 



રીવર રાફ્ટીંગના ઉદઘાટન સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રીવર રાફટિંગની સુવિધાથી કેવડીયાના પ્રવાસન આકર્ષણમાં આગવું પીછું ઉમેરાયું છે. વિશ્વભરમાં એડવેન્ચર સાહસમાં રીવર રાફ્ટીંગ ખૂબ લોકપ્રિય છે. 1 સપ્ટેમ્બરથી રીવર રાફટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે. દુનિયાભરમાં રીવર રાફટિંગ ખૂબ જ લોકપ્રિય છે. આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મજા માણી શકશે. આ સ્થળ જંગલોથી ઘેરાયેલું છે એટલે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ રોમાંચક બની રહેશે. 


આ ઉપરાંત આજે જિયોના સહયોગથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસમાં ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરાઈ છે. અહીં વિશ્વ વન ઉછેરવામાં આવી રહ્યું છે, જેમાં વિશ્વ આખાના વનસ્પતિ વૈવિદ્યનો ઉછેર કરાશે. આ જંગલ સફરીમાં જીરાફ અને ગેંડા સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે. અહીં બટરફ્લાય પાર્ક પણ બનાવાશે. કેક્ટસ ગાર્ડનમાં મનમોહક કેક્ટસ જોવા મળશે. અહીં ટપક સિંચાઈથી વન ઉછેરવામાં આવી રહ્યું છે. કાયમ માટે અદભુત રાત્રિ પ્રકાશ વ્યવસ્થા કરાશે, જેના લીધે પ્રવાસીઓ કેવડીયાનું રાત્રિ દર્શન કરી શકશે. 15મી ઓક્ટોબર સુધીમાં કેવડીયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવાશે. આજે મુખ્યમંત્રીએ જંગલ સફારીના વિકાસનું નિરીક્ષણ કર્યું હતું. 


રાજ્યમાં પહેલીવાર આ પ્રકારની સુવિધાનો પ્રારંભ કરાવતા સાહસિક પ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આગામી 17 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે. તેઓ ટેન્ટ સિટી ખાતે હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં હાજરી આપશે. તેમજ તેઓ પ્રવાસીઓ માટેના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન પણ કરશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :