ઝી બ્યુરો/નવસારી: દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન બન્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં ગત બે દિવસોથી મેઘરાજાણી મહેર થઇ છે. નવસારી સહિત ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઈ છે. જેમાં નવસારી શહેરની નજીકથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટી 18.50 ફૂટે પહોંચી હતી, જે મોડી રાર બાદ વરસાદનું જોર ઘટતા હાલે ઘટી રહી છે. જેથી શહેરમાં પૂરની સ્થિતિનું સંભાવના પણ ન રહેતા નીચાણવાળા વિસ્તારના લોકોને રાહત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયાંક મહેર,કયાંક કહેર,કયાંક તબાહીનું તાંડવ, ગુજરાતના આ જિલ્લામાં વરસાદે વેર્યો વિનાશ


ગણદેવીમાં કાવેરી અને અંબિકા નદીમાં પણ જળ સ્તર વધ્યા છે. પણ કિનારાના લોકોને રાહત રહી છે. બીજી તરફ વરસાદને કારણે ડાંગર અને શેરડીના પાકને નવું જીવન મળ્યુ છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં નવસારીના વાંસદા તાલુકામાં 4 ઇંચ, જ્યારે ખેરગામ અને ચીખલીમાં તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જોકે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે મેઘાએ વિરામ લીધો છે. 


ચંદ્રાબાબુ નાયડુની ધરપકડથી PM મોદી-શાહ ધર્મસંકટમાં, જગન મોહને ખેલ પલટી દીધો


નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદની હેલી યથાવત છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લામાં ખેતીના પાકને નવું જીવન મળી રહ્યું છે. આથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદથી ડાંગર , શેરડી અને શાકભાજી સહિતના પાકોને પાણીની ખેંચ વર્તાઈ રહી હતી. અને પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ હતી. જોકે જન્માષ્ટમીથી વલસાડ જિલ્લામાં થઈ રહેલી મેઘ મહેરને કારણે પાકોને નવું જીવન મળ્યું છે. આથી ખેડૂતો ખુશ છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં ડાંગર શેરડી અને શાકભાજી સહિતના પાકો થાય છે. 


પત્ની સાથે શાકભાજી લેવા ગયેલા પતિને સાપ કરડ્યો, પગમાં એવો વીંટળાયો કે જીવ ગયો


ડાંગરના પાકને પુષ્કળ પાણીની જરૂર પડે છે. ત્યારે જુલાઈ મહિનામાં સારા વરસાદથી ખેડૂતોએ ડાંગરની રોપણી કરી દીધી હતી. અને પાક પણ સારો હતો .જો કે છેલ્લા વર્ષોની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં નહીવત વરસાદથી ડાંગરના પાકમાં પાણીની ખેંચ વર્તાઈ રહી હતી.અને પાક સુકાઈ રહ્યો હતો. આથી ખેડૂતોમાં ચિંતા માં હતા. 


હસમુખ પટેલના આ એકાઉન્ટથી ભરતીની જાહેરાત થાય તો સાચી ન માનતા


આથી મુરઝાઇ રહેલા પાકને બચાવવા ખેડૂતોએ સરકાર સમક્ષ વધુ વીજળીની માંગ કરી હતી. અને નહેરમાં પાણી ચાલુ કરવા ની માંગ કરી રહ્યા હતા. જોકે આવી પરિસ્થિતિમાં જન્માષ્ટમીના તહેવારથી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં મૂરઝાઇ રહેલા પાકોને નવું જીવન મળી રહ્યું છે. આથી ખેડૂતો ખુશ ખુશાલ છે. આમ જિલ્લામાં થઈ રહેલી મેઘ મહેર થી આ વખતે પણ ખેડૂતો સારા પાકની આશા રાખી રહ્યા છે. 


સિંહણે 5 વર્ષની બાળકીને મારી નાંખી! ગુજરાતમાં હુમલા વધ્યા, આ આંકડા આપે છે ટેન્શન