સુરતમાં વેક્સિન વિતરણનો રોડમેપ તૈયાર, તૈયારીઓને આખરી ઓપ અપાયો
સુરતમાં અડાજણ હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેક્સિન રાખવામાં આવશે. અહીં 1235 લીટર સ્ટોરેજ ક્ષમતા ઉભી કરવામાં આવી છે.
ચેતન પટેલ, સુરતઃ કોરોના સંકટ વચ્ચે રસી બાબતે સારા સમાચાર મળવા લાગ્યા છે. કોરોનાથી બચવા હવે લોકોને એકમાત્ર રસીનો સહારો છે. ત્યારે અનેક કંપનીઓની વેક્સિને ટ્રાયલ તબક્કામાં સારી સફળતા મેળવી છે. તો ભારતમાં પણ દેશી વેક્સિન તૈયાર થઈ રહી છે. હવે ગમે ત્યારે વેક્સિન બજારમાં આવી શકે છે. તો વેક્સિનને સાચવવા માટે લોકો સુધી પહોંચાડવા માટે નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુરતમાં પણ મહાનગર પાલિકા દ્વારા વેક્સિન વિતરણની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
રસી માટે અડાજણ હેલ્થ સેન્ટર તૈયાર
સુરતમાં અડાજણ હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેક્સિન રાખવામાં આવશે. અહીં 1235 લીટર સ્ટોરેજ ક્ષમતા ઉભી કરવામાં આવી છે. તો અન્ય હેલ્થ સેન્ટર ખાતે 5760 લીટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે શહેરના મેયર, ડેપ્યુટી મેયરે હેલ્થ સેન્ટરે પહોંચીને વેક્સિન વિતરણ માટે તૈયાર કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે વેક્સિન સ્ટોરેજ અંગે માહિતી મેળવી હતી. આરોગ્ય અધિકારીઓએ તેમને વેક્સિન સ્ટોરેજ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં કોરોના વેક્સિનના નામે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ
અંદાજે 14 લાખ વેક્સિન ડોઝના સ્ટોરેજની વ્યવસ્થા અહીં કરવામાં આવશે. તો મહાનગર પાલિકાએ સૌ પ્રથમ વેક્સિન હેલ્થ વર્કરને આપવા માટેનો પણ પ્લાન બનાવ્યો છે. ત્યારબાદ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. આ માટે પાલિકાના અધિકારીઓ યાદી પણ તૈયાર કરી રહ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube