મૌલિક ધામેચા/અમદાવાદ :હાથરાસની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં આજે અમદાવાદમાં પ્રતિકાર યાત્રા યોજાનાર છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ પ્રતિકાર રેલીને સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસની પ્રતિકાર રેલીને પગલે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ બપોરે 12 થી 7 દરમિયાન બંધ કરાયો છે. આ માટે ટ્રાફિક પોલીસે 2 વૈકલ્પિક માર્ગ જાહેર કર્યાં છે, જ્યાંથી અમદાવાદીઓ પસાર થઈ શકશે. તેથી આ રસ્તાઓ પર આજે નીકળનારા લોકો ખાસ નોંધ લે. 


આ પણ વાંચો : ‘ભાગતા નહિ, શાંતિ રાખજો....’ કહીને સિંહના ટોળા નજીક પહોંચ્યા યુવકો, Video


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાફિક પોલીસે 2 વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા 


1) સુભાષ બ્રિજથી આશ્રમ રોડ પાલડી સુધીનો વૈકલ્પિક માર્ગ  


  • સુભાષ બ્રિજથી રાણીપ ટી થઈને અખબારનગર સર્કલથી 132 ફૂટ રિંગ રોડનો ઉપયોગ કરી શકાશે


2) પાલડીથી આશ્રમ રોડ અને સુભાષબ્રીજ તરફ જવા વૈકલ્પિક માર્ગ 


  • પાલડીથી જમાલપુર તરફ જઈ પૂર્વ તરફના રિવરફ્રન્ટ રોડથી સુભાષ બ્રિજ સર્કલ રોડનો ઉપયોગ કરી શકાશે


આ પણ વાંચો : સુરતમાં સેવાના નામે શ્રમિકોને ભોજન જમાડ્યું, અને સરકાર પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા 


આજે અમદાવાદમાં હાથરસની ઘટનાના વિરોધમાં પ્રતિકાર યાત્રાનું આયોજન કરાયું છે. કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી આ પ્રતિકાર યાત્રા યોજાશે. કોંગ્રેસ દ્વારા પ્રતિકાર યાત્રાને સમર્થન આપવામાં આવ્યું છે. આ વિશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, રાજ્ય સહિત દેશભરમાં કાયદો વ્યવસ્થા કથળી છે. કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધીની યાત્રાનું આયોજન આજે બપોરે 3 કલાકે યોજાશે. પ્રતિકાર યાત્રા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો આ રેલીમાં જોડાશે. અમિત ચાવડાએ અમદાવાદ શહેરના નાગરિકોને પ્રતિકાર યાત્રામાં જોડાવા અપીલ કરી હતી.