ભાવનગર : એક મહાનગરપાલિકાનો દરજ્જો ધરાવે છે, પરંતુ આ શહેરને સુધરેલું ગામડું કહીએ તો પણ ખોટું નથી. કારણ કે દીર્ઘદ્રષ્ટા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમની પ્રજા માટે જે સ્વપ્ન સેવ્યું હતું. તે હજુ સુધી આજના કોઈ પક્ષના શાસકો પરિપૂર્ણ કરી શક્ય નથી, એટલે કે હજુ પણ આ સુધરેલા ગામડામાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ સારા રોડની સુવિધા શક્ય નથી બની તેમજ પાયાની બીજી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે વિકાસની એક નજર આ વિસ્તારમાં પડે તેવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો તો ઠીક પરંતુ મહિલાઓ પણ આંદોલનમાં જોડાઇ, દાતરડા સાથે પ્રદર્શનને ઉગ્ર બન્યું


ભાવનગર કે જે ભવ્ય ભૂતકાળ ધરાવે છે. અહીના દીર્ઘદ્રષ્ટા મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ તેમની પ્રજાની સુખાકારી માટે તમામ પાયાની સુવિધાઓ ઉભી કરી હતી અને આવું સુંદર રાજ્ય અખંડ ભારતના નિર્માણ માટે સરદાર પટેલને સોપ્યું હતું. પરંતુ આઝાદીના આજે ૭૫ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આઝાદી હકીકતમાં કેટલી સાર્થક તે જોવું જરૂરી છે. ભાવનગર કે જે મહાનગરપાલિકાનો દરજ્જો ધરાવતું પણ સુધરેલા ગામડાથી ખાસ વિશેષ નહિ એવી સુવિધા ધરાવતું શહેર છે. 


ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા રદ્દ નહી થાય, આ માત્ર એક વિદ્યાર્થીએ કરેલી ચોરીનો મામલો ગણાયો


આ શહેરમાં વિકાસ તો ઘણો થયો છે, પણ ચોક્કસ વિસ્તારો અને નેતાઓનો બાકી હજુ ગરીબ વિસ્તારો હજુ વિકાસ કેવો હોય તેની રાહ જોઈ રહ્યા છે. ભાવનગર શહેરના ચિત્રા-ફૂલાસરનો ઇન્દિરાનગર વિસ્તાર અને આજુબાજુના વિસ્તારો કે જ્યાં હજુ પાકી સડકો અને પાયાની જરૂરી સુવિધા એવી લાઈટ-ગટર અને પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આ વિસ્તારના માર્ગો હજુ કાચા છે. અહી ચોમાસામાં આ વિસ્તારના લોકોની હાલત દયનીય બની જાય છે. 


પોરબંદરમાં લાંબા સમયથી બંધ ફ્લાઇટ સર્વિસ ફરી એકવાર શરૂ થતા હાશકારો


લોકોને કાચી સડકોને કારણે પાણી ભરાય જવા અને કદાચ કીચડને લઈને બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આ ઉપરાંત કાચી સડકોના કારણે ઉડતી ધૂળથી ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે, ત્યારે હવે જયારે ૨૭ વર્ષથી હાલની રાજ્ય સરકાર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે આ વિકાસ કેવો હોય તે જોવા તરસી રહી છે. આમ તો સુવિધા વગરનો આ વિસ્તાર ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને હાલના કેબીનેટ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે, તેમજ ભાવનગરના મેયર પણ આ વિસ્તારમાંથી ચૂંટાય આવ્યા છે, છતાં આ વિસ્તારની હાલત દયનીય છે. 


GUJARAT CORONA UPDATE: નવા 9 કેસ, 26 સાજા થયા એક પણ મોત નહી


હવે આ વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે આ વિસ્તારનું નામ ઇન્દિરાનગર છે માટે ભાજપ વાળા આ વિસ્તારનો વિકાસ નથી કરતા જયારે આ વિસ્તારના કોંગ્રેસના નગરસેવક પણ વિકાસ માટે પક્ષપાત કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. વિકાસની વાત આવે એટલે ભાજપના નેતાઓ ગેલમાં આવી જાય છે, કારણ કે વિકાસની વાતોમાં જ તેમનો પણ વિકાસ થયો છે. આ બાબતે પૂછતાં મનપા સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે મોટાભાગના છેવાડા વિસ્તારોમાં રોડની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે, પરંતુ જે કોઈ વિસ્તાર બાકી છે ત્યાં નવા રોડ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એટલેકે રોડ મેપ બની ને તૈયાર છે અને તેના ટેન્ડર ની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના અને અન્ય યોજના હેઠળની ૧૦૦ થી ૧૨૫ કરોડ રૂ.ની ગ્રાન્ટો માંથી આ વિસ્તારના વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube