મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ શહેરમાં લૂંટનો વધુ એક બનાવ બન્યો છે. શહેરમાં મધ્યરાત્રિએ આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. અખબાર નગર પાસે બાઈક પર આવેલા કેટલાક શખ્શો દ્વારા આંગડીયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસની ચક્રોગતિમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિલની સદી બાદ બોલરોનો કહેર, ભારતે ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું, 2-1થી શ્રેણી જીતી


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અખબાર નગર પાસેથી રૂપિયા ભરેલ બેગ લઈને પસાર થઈ રહેલ આંગડિયા પેઢીના કર્મચારીને બાઈક પર આવેલા બે લૂંટારું લૂંટી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. લોકોની ચહલ પહલથી ધમધમતા રોડ પર પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયા પેઢીનાં કર્મી પાસેથી રૂપિયા 25 લાખ ભરેલ બેગની બાઈક પર આવેલા કેટલાક શખ્શો લોકો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.


મોરબી બ્રીજ દુર્ઘટના મામલે મોટા સમાચાર, કોર્ટે જયસુખ પટેલના મંજૂર કર્યા રિમાન્ડ


આ અંગેની જાણ પોલીસને થતા વાડજ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલા ઘટના સ્થળે પહોંચી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.