કિરણસિંહ ગોહિલ, સુરત:  સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટકારમા ગામે  આવેલ ડિસ્ટ્રીક બેકના એ.ટી.એમને તસ્કરોએ નિશાન બનાવી 7.44 લાખની ચોરી કરી ફરાર થઈ જતા કિમ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસે ડોગ સ્કોર્ડ ,એફ.એસ.સેલ ની મદદ લઇ વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 3 ચોર સી.સી.ટીવીમાં કેદ થયા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી લોકડાઉન અંગે કોઇ વિચારણા નથી, નીતિન પટેલે કર્યો ખુલાસો


ઓલપાડ તાલુકાના ટકારમા ગામે ખરીદ વેચાણ સંઘના કમ્પાઉન્ડ માં સુરત ડિસ્ટ્રીક બેક આવેલી છે અને આ બેકનું એ.ટી.એમ પણ નજીક આવેલ છે. જ્યાં ગઈકાલે રાત્રે ત્રણ બુકાનીધારી 3 ચોર એ.ટી.એમમાં ઘુસી એ.ટી.એમ બહાર લાવી રૂપિયા ભરેલ બોક્ષ ત્રિકમ વડે બહાર કાઢી રૂપિયા ભરેલા બોક્સ લઇ નહેર પાસે ગયા હતા ત્યાં બોક્સ તોડી 7.44 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

કોરોનાના ટેસ્ટિંગ ચાર્જમાં 1 હજાર રૂપિયાનો ઘટાડો, હવેથી આટલા ચૂકવવા પડશે


ટકારમા ગામે ડિસ્ટિક બેકના એ.ટી.એમમાં લાખોની ચોરી થયાની વાત કિમ પોલીસ સુધી પોહચતા કિમ પોલીસ ઘટના સ્થળે પોહચી ઉપલા અધિકારીને જાણ કરતા જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી ગયો હતો.ડોગ સ્કોર્ડ,એફ.એ.સેલ ની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.ડી.વાય એસ.પી ચન્દ્રરાજ સિંહ જાડેજા ઘટના સ્થળે પોહચી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

તોડપાણી કરતી નકલી પોલીસ થઇ જજો સાવધાન, જરૂરી નથી દરેક જગ્યાએ ત્રીજી આંખની નજર હોય


વડોલી ઓલપાડ સ્ટેટ હાઇવે 65 પર ટકારમા ગામ પાસે આવેલ એ.ટી.એમને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા ભરેલ બોક્સ લઈ તસ્કરો 100 મીટર દૂર નહેર પર પોહચ્યા હતા. અને ત્યાં રૂપિયા ભરેલ બોક્સ ટીક્ષણ હથિયાર થી તોડી 7.44 લાખની ચોરી કરી રાતના અંધારામાં ફરાર થઈ ગયા હતા.જોકે પોલીસે સી.સી.ટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube