રાજકોટ : સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ફ્રન્ટલાઇન વોરિયર ડોક્ટર્સ અને નર્સ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. કેટલોક સ્ટાફ કોરોના વોર્ડમાં કામગીરી કરવા દરમિયાન સતત ગભરાયેલા પણ રહે છે. જો કે હવે તેમનો ડર દુર થાય તેવા એક સારા સમાચાર આવ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હવે રોબર્ટ નર્સને કાર્યરત કરવામાં આવી છે. આ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું કે, શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાર રોબર્ટ નર્સ ફાળવવામાં આવી છે. એલ એન્ડ ટી કંપની દ્વારા 10 લાખના ખર્ચે નિર્મિત રોબર્ટ નર્સ સંપુર્ણ સ્વદેશી બનાવટ છે. તે હોસ્પિટલમાં દર્દીઓ સાથે ન માત્ર આત્મીય વર્તન પરંતુ તેમને દવા આપવા માટે સુપ્રશિક્ષિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ: કાળમુખા ટ્રકે હસતા રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો, 4ના મોત 9 માસની બાળકીનો ચમત્કારીક બચાવ

આ અંગે જણાવતા સિવિલ હોસ્પિટલનાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રોબર્ટ નર્સ દર્દીઓને જમવાનું આપશે. આ ઉપરાંત દવા આપવા માટે પણ સક્ષમ છે. તે દર્દીનું ટેમ્પરેચર પર માપી શકશે. તેના અનુસાર તે દવામાં વધારો ઘટાડો પણ કરી શકશે. હાલ તો રાજકોટ સિવિલને ચાર રોબર્ટ નર્સની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ ભવિષ્યે વધારે રોબર્ટ નર્સની ફાળવણી કરવામાં આવશે. જો કે હાલ આ રોબર્ટ અંગેની ટ્રેનિંગ આપવા માટે પણ સિવિલનાં કેટલાક સ્ટાફને બોલાવાયો હતો. કંપની દ્વારા તમામ પ્રકારની ટ્રેનિંગ તેમને આપવામાં આવી છે. 


પરેશ ધાનાણી ઘેડ પંથકની મુલાકાતે, ખેડૂતો સાથે મુલાકાત કરી સરકારને ઘેરવાનો પ્રયાસ

આ રોબર્ટ બેટરી સંચાલિત છે. આ ઉપરાંત તેમનાં ખાસ પ્રકારનાં પ્રોગ્રામિંગ પણ છે. તે દર્દીને ટેમ્પરેચર ચેક કરવા ઉપરાંત દવામાં વધારો ઘટાડો કરવા માટે પણ સક્ષમ છે. આ ઉપરાંત જો કોઇ ખાસ દર્દી માટે એલર્ટ સેટ કરવામાં આવે તો તે સમયે તે દર્દીઓને એલર્ટ પણ આપી શકે છે. તે ભોજન, દવા કે અન્ય કોઇ પણ કામ સંબંધિત એલર્ટ હોઇ શકે છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube