માંગરોળ: તાલુકાના કોસંબા ખાતે આવેલી સ્કુલમાં રોબોટીક્સ બુટકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં શાળા સ્તરે સૌપ્રથમ વાર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના ૪૦  વિદ્યાર્થીઓએ ભાગ લઇ અલગ અલગ પ્રકાર ના રોબોટ્સ અને મશીન બનાવ્યા હતા.કોસંબાની સ્કુલ ખાતે રોબોટીક્સ બુટકેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૪૦ વિદ્યાર્થીઓએ ૫ વિદ્યાથીઓનુ ગ્રુપ બનાવી ઉત્સાહથી ભાગ લઇ ૮ જેટલા રોબોટ્સ બનાવ્યા હતા. આ કેમ્પ બેંગ્લોરની સ્કાયફાય લેબ્સ અને શાળાના સમન્વયથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્કાયફાય લેબના માસ્તર અંશુમન સાહુએ હાજરી આપી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પ શાળા સ્તરે પ્રથમ વાર યોજાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EWSના મકાનની બાજુમાં મોટા નેતાનો પ્લોટ હોવાથી રાતો રાત 'સેટિંગ' પાડી દેવાયું અને...


આ કેમ્પ આજના મોર્ડન જમાનામાં બાળકો જે છે જેમને નવી પ્રેરણા મળે, બાળકો નવી ટેકનોલોજી તરફ આકર્ષાય, અને તેમને એક નવી દિશા મળે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૮,૯ અને ૧૦ માં ભણતા બાળકો જાતે રોબટ બનાવી લોકોને તેની સમજણ આપી રહ્યા હતા. આજે નાના રોબોટ બનાવતા બાળકોને નવી ઉર્જા અને પ્રેરણા આપવામાં આવે તો ભવિષ્ય માં આ બાળકો દેશનું નામ રોશન કરશે એમાં કોઈ બે મત નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube