EWSના મકાનની બાજુમાં મોટા નેતાનો પ્લોટ હોવાથી રાતો રાત 'સેટિંગ' પાડી દેવાયું અને...

શહેરના સોલા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની ટીપી 40ના EWS પ્લોટમાં ફેરબદલ કરાતા લાભાર્થીઓએ ભાડજ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વિશાળ રેલી યોજી હતી. લાભાર્થીઓએ વી વોન્ટ જસ્ટિસ, અમુક લોકોના લાભાર્થે રાતોરાત ટેન્ડરને રદ કરીને ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો. જીવનસાથી પાર્ટી પ્લોટથી રેલી યોજાઈ હતી. થાળી વેલણ વગાડીને પણ તેમાં વિરોધ કરાયો હતો. સોલા - ભાડજ ટીપી 40 માં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો ફાઇનલ પ્લોટ નં. 35 જેનું ક્ષેત્રફળ 10965 ચો.મી. છે.
EWSના મકાનની બાજુમાં મોટા નેતાનો પ્લોટ હોવાથી રાતો રાત 'સેટિંગ' પાડી દેવાયું અને...

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની ટીપી 40ના EWS પ્લોટમાં ફેરબદલ કરાતા લાભાર્થીઓએ ભાડજ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વિશાળ રેલી યોજી હતી. લાભાર્થીઓએ વી વોન્ટ જસ્ટિસ, અમુક લોકોના લાભાર્થે રાતોરાત ટેન્ડરને રદ કરીને ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો. જીવનસાથી પાર્ટી પ્લોટથી રેલી યોજાઈ હતી. થાળી વેલણ વગાડીને પણ તેમાં વિરોધ કરાયો હતો. સોલા - ભાડજ ટીપી 40 માં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો ફાઇનલ પ્લોટ નં. 35 જેનું ક્ષેત્રફળ 10965 ચો.મી. છે.

જે પ્લોટ કોર્પોરેશનએ EWS (ગરીબ આવાસ યોજના) હેતુ માટે રિઝર્વ કર્યો હતો. અને તે પ્લોટમાં ગરીબ આવાસ યોજનાના મકાન બનાવવા માટે ટેન્ડરિંગ કરી કામ પણ આપી દીધું હતું અને કામ ચાલુ પણ કરી દીધું હતું. પરંતુ તે પ્લોટની બાજુમાં મોટા બિલ્ડરો અને રાજકારણીઓના પ્લોટ આવેલા હોવાથી તેમના પ્લોટના ભાવને અસર પડતી હોવાથી સ્થાનિક કોર્પોરેટર સાથે મળીને રાતોરાત કોર્પોરેશન અને ટી.પી. અધિકારીઓ સાથે ભ્રષ્ટાચાર કરીને તે પ્લોટનો હેતુ બદલી નેબર હૂડ સેન્ટર કરી દેવામાં આવ્યો અને જ્યાં ટી.પી. 40નો ફાઇનલ પ્લોટ નં. 40 જેનું ક્ષેત્રફળ 3118 ચો.મી. જે સેલ ફોર કોમર્શિયલ હેતુ માટે રિઝર્વ કરેલ હતો તેને બદલી ને EWS(ગરીબ આવાસ યોજના) હેતુ ફેર કર્યો. 

ટી.પી. 40ના એ.એમ.સી.ની માલિકીનો ફાઇનલ પ્લોટ નં. 41 જેનું ક્ષેત્રફળ 12377 ચો.મી. જે નેબર હુડ સેન્ટર માટે રિઝર્વ કરેલો હતો તેના ત્રણ ભાગ કરીને 41/1 નંબર 3118 ચો.મી.નો સેલ ફોર કોમર્શિયલ 41/2 નંબર 1412 ચો. મી. નેબર હુડ સેન્ટર 41/3 નંબર 7847 ચો.મી. EWS (ગરીબ આવાસ યોજના) આ રીતે 3 ભાગ પાડીને હેતુ ફેર કરવામાં આવ્યા. એ.એમ.સી.ની માલિકીના ફાઇનલ પ્લોટ નંબર 40 અને 41ના જે હેતુ ફેર કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news