હિમાંશું ભટ્ટ/મોરબી: માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખેડૂતની તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી છે. જેની જાણ તેના જ ભાઈએ માળીયા તાલુકા પોલીસને કરી હતી. જેથી કરીને સ્થાનિક પોલીસ તેમજ ડીવાયએસપી, એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ખેડૂતના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ખેતરમાં કામ કરતું મજૂર દંપતી ગુમ થઈ ગયેલ છે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી આગાહી: આગામી 2 દિવસ ગુજરાતના આ 4 જિલ્લામાં વરસાદ ખેદાન મેદાન કરશે! અ'વાદમાં તો.


મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે રહેતા ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા જાતે પટેલ (57)એ હાલમાં તેઓના ખેતરે કામ કરતાં આદિવાસી રાકેશભાઈ અને તેમની પત્નીની સામે પોતાના ભાઈની હત્યાની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેમને જણાવ્યુ છે કે, ફરિયાદીનો ભાઈ પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (37)ની તીક્ષ્ણ હથિયાર વડે માથાની પાછળના ભાગમાં, ગાળા ઉપર અને મોઢા ઉપર ઘા મારીને તેના જ ખેતરમાં હત્યા કરવામાં આવી હતી. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ડીવાયએસપી તેમજ એલસીબી પીઆઇ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ સ્થળ ઉપર આવ્યા હતા. 


શું ફરી ગુજરાતમા શક્તિશાળી ચક્રવાતનો ખતરો? 150ની સ્પીડે ફૂંકાશે પવન, જો આવું થયું તો


જો કે, ફરિયાદીના યુવાન ભાઈની હત્યા બાદથી તેઓના ખેતરે કામ કર્યો આદિવાસી મજૂર રાકેશભાઈ તેમજ તેની પત્ની ગુમ થઈ ગયેલ હતા. જેથી કરીને હાલમાં મૃતકના મોટાભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગુમ થઈ ગયેલા મજૂર દંપતીને શોધવા માટે કવાયત શરૂ કરી છે.


એક ભૂલ છીનવી શકે છે જીવ! ગુજરાતમાં 6 માસમાં હાર્ટ એટેકથી અધધ મોત, આ આંકડો વધારશે BP