ઝી બ્યુરો/પંચમહાલ: પાવાગઢ ડુંગર પર માતાજીના મંદિરે રોજના હજારો માઈ ભક્તો દર્શન કરવા આવે છે. રોપ વે ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા દર વર્ષે વાર્ષિક મેન્ટેનન્સ કરતી હોય છે. ત્યારે 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી મેન્ટેનન્સ માટે રોપ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 5 માર્ચથી રોપ વે સેવા રાબેતા મુજબ ચાલુ થશે .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી દુર્ઘટના ટળી! સુરતથી દિલ્લી જઈ રહેલા વિમાનમા મુસાફરોમાં ફફડાટ,ઇમરજન્સી લેન્ડિંગ


સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપ-વે સુવિધા મરામતને કારણે આવતી કાલે એટલે કે 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી બંધ રાખવામાં આવનાર હોવાનું અત્રે ઉડન ખટોલાની સર્વિસ આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. આવતી કાલથી શક્તિપીઠ પાવાગઢ ખાતે 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. એન્યુઅલ મેઇન્ટેનન્સને લઈને આ નિર્ણય લેવાયો છે. 


ઘણી ખમ્મા! દર્દીઓના હિતમાં પપૈયાની ખેતી કરી રહ્યા છે ભાવનગરના આ પાટીદાર ખેડૂત


મહત્વનું છે કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પણ રોપ-વે સેવાને સુસવાટાભર્યા પવનના કારણે બે દિવસ સુધી બંધ રાખી હતી. ત્યારે વધુ એક વખત પાવાગઢની રોપ-વે સેવાને 27 ફેબ્રુ. થી 4 માર્ચ એમ 6 દીવસ સુધી એન્યુઅલ મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે.