હિતલ પારેખ/ ગાંધીનગર: આણંદ (Anand) જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં (Accident) જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ (PM Modi) દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી મૃતકોને રૂપિયા 2 લાખની સહાય (Assistance) જાહેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) આણંદ જિલ્લાના (Anand) તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં (Accident) જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યકત કરી અકસ્માતમાં માર્યા ગયેલા વ્યક્તિઓને રૂ. 2 લાખની સહાય (Assistance) આપવાની ઘોષણા કરી છે.


આ પણ વાંચો:- અજમેરી પરિવારનો મોત પહેલાનો વીડિયો, ડ્રાઈવરે વીડિયો લીધાના થોડા કલાકોમાં જ થયું મોત


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતક વ્યક્તિને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રાજ્ય સરકાર દ્વારા રૂ. 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત  અને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેકટર સાથે તાત્કાલિક ટેલીફોનીક વાતચીત કરી સૂચનાઓ આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube