અજમેરી પરિવારનો મોત પહેલાનો વીડિયો, ડ્રાઈવરે વીડિયો લીધાના થોડા કલાકોમાં જ થયું મોત

Updated By: Jun 16, 2021, 05:01 PM IST
અજમેરી પરિવારનો મોત પહેલાનો વીડિયો, ડ્રાઈવરે વીડિયો લીધાના થોડા કલાકોમાં જ થયું મોત
  • ગઈકાલે સાંજે ઇકો ચાલકે ચાલુ ગાડીએ વીડિયો ઉતારી પોતાના મિત્રોને મોકલી આપ્યો હતો
  • તારાપુરના ઇન્દ્રણજ પાસે થયેલ અકસ્માતમાં મોતને ભેટેલો અજમેરી પરિવાર સામાજિક કામે અર્થે સુરત ગયો હતો

જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ :આણંદના તારાપુર પાસેના વરતેજ ગામ પાસે સર્જાયેલા અકસ્માત (anand accident) માં ભાવનગરના અજમેરી પરિવારના 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અજમેરી પરિવાર ઈકો કારમાં સવાર થઈને ભાવનગર તરફ જઈ રહ્યો હતો. જેમાં ત્યારે આ પરિવારનો મોત પહેલાનો વીડિયો આવ્યો છે. ઈકો કાર ચલાવતા ડ્રાઈવરનો વીડિયો (accident video) સામે આવ્યો છે. ગઈકાલે સાંજે ઇકો ચાલકે ચાલુ ગાડીએ વીડિયો ઉતારી પોતાના મિત્રોને મોકલી આપ્યો હતો. 12 કલાક પહેલાં જ ઉતારવામાં આવેલો વીડિયો ઇકો ચાલકનો છેલ્લો વીડિયો બની રહ્યો.

આ પણ વાંચો : આણંદ અકસ્માતમા માર્યા ગયેલા 9 લોકો માટે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી 

અજમેરી પરિવારના 9 સભ્યો મોતને ભેટ્યા 
તારાપુરના ઇન્દ્રણજ પાસે થયેલ અકસ્માતમાં મોતને ભેટેલો અજમેરી પરિવાર સામાજિક કામે અર્થે સુરત ગયો હતો. મુસ્તુફ ડરૈયા માટે લગ્ન માટે છોકરી જોવા ગયા હતા. સુરતથી ભાવનગર પરત ફરતા સમયે આ અકસ્માત નડ્યો હતો. જેમાં 5 પુરુષ, 2 મહિલા અને 2 બાળક સહિત 9 ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ભાવનગરના વરતેજના વતની સીરાજભાઈ જમાલભાઈ અજમેરી ગાદલાનું કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેમનો સમસ્ત પરિવાર મોતને ભેટ્યો છે. તમામ લોકો વરતેજ, આદમજીનગર, ઈન્દીરાનગરના વતની છે. તો ડ્રાઈવર રાઘવ ગોહીલનું પણ મોત નિપજ્યું છે. 

આ પણ વાંચો : વલસાડના પોસ્ટ ઓફિસના કર્મચારીએ કર્યું લાખોનું કૌભાંડ, નાગરિકોના રૂપિયા બારોબાર ઉપાડી લીધા  

આ અકસ્માતમાં મોતને ભેટનાર લોકોનો આંકડો મોટો હતો. તેથી પેટલાદ, ખંભાત, કરમસદ અને વિદ્યાનગરથી શબવાહીની મંગાવાઇ હતી. કુલ 5 શબવાહિની મંગાવવામાં આવી હતી. જેથી તમામ મૃતદેહોને ભાવનગર નજીકના તેમના વતન પહોંચાડાશે. અકસ્માત બાદ મૃતકોના સ્વજનો પણ તારાપુર રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ભારે ગમગીની દ્રશ્યો જોવા મળ્યા હતા. 

મૃતકોના નામ

  • રહીમભાઈ સૈયદ (60 વર્ષ)
  • મુસ્તુફા ડેરૈયા (22 વર્ષ) 
  • સીરાજભાઈ અજમેરી (40 વર્ષ)
  • મુમતાઢબેન અજમેરી (35 વર્ષ)
  • રઈશ સીરાજભાઈ (4 વર્ષ) 
  • અનીસાબેન અલ્ત‍ાફભાઈ (30 વર્ષ)
  • અલ્ત‍ાફભાઈ (35 વર્ષ)
  • મુસ્કાન અલ્તાફભાઈ (6 વર્ષ)