જૈન મુનિ ગુણરત્નસુરી મહારાજને મળ્યા મોહન ભાગવત, એક કલાક સુધી બંનેએ ચર્ચા કરી
RSS Chief Mohan Bhagwat : આરએસએસ ચીફ મોહન ભાગવતે સુરતમાં જૈન મુનિ ગુણરત્નસુરી મહારાજ સાથે કરી મુલાકાત... એક કલાક સુધી બંને વચ્ચે ચાલી ચર્ચા...
Surat News ચેતન પટેલ/સુરત : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આજે સુરતની મુલાકાતે છે. મંગળવારે રાત્રે તેઓ સુરત આવી ગયા હતા અને આજે તેઓ જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વર મહારાજ સાથે મુલાકાત પણ કરી હતી. ઉમરા જૈન સંઘ ખાતે તેઓએ એક કલાક સુધી જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વર મહારાજ સાથે મુલાકાત કરી હતી.
ગુજરાત માટે આજે મહત્વનો દિવસ છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે છે. જ્યારે આરએસએસ ચીફ મોહન ભાગવત પણ ગુજરાતમાં છે. રાજકારણમાં દ્રષ્ટિથી આ બંને મુલાકાત મહત્વની ગણવામાં આવી રહી છે. આરએસએસ ચીફ મંગળવારે સાંજે જ સુરત આવી પહોંચ્યા હતા. તેઓએ સુરતના અનેક લોકો સાથે મુલાકાત પણ કરી હતી. જેમાંથી એક પદ્મશ્રી કનુભાઈ ટેલર સાથે પણ મુલાકાત કરી હતી. રાત્રે તેઓ અડાજણ ખાતે આવેલા આરએસએસ કાર્યાલય ખાતે રોકાયા હતા સવારે આરએસએસના કાર્યકર્તાઓ સાથે પણ બેઠક યોજવી હતી.
અમદાવાદના 55 બ્રિજનો મેડિકલ રિપોર્ટ : કયો મજબૂત અને કયો નબળો, કરાયું પોસ્ટમોર્ટમ
મોહન ભાગવત દ્વારા આરએસએસના કાર્યકર્તાઓને અગત્યની સૂચનાઓ આપવામાં આવી હતી. સંઘના કાર્યકર્તાઓને લોકો સુધી પહોંચવા માટે ખાસ સુચના આપવામાં આવી હતી. કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ ભાગવત વેસુ જૈન સંઘ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ જૈનાચાર્ય રત્ન સુંદર સૂરીશ્વરજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. એક કલાક સુધી બંને વચ્ચે વાર્તાલાપ કરવામાં આવ્યું હતું.
આજે સુરતના ઇન્દોર સ્ટેડિયમ ખાતે મોહન ભાગવત ડોનેટ લાઈવ સંસાર દ્વારા આયોજિત અંગદાદા પરિવારોના સન્માન સમારોહમાં પણ હાજરી આપશે. અંગદાન કરનાર પરિવારોને સન્માનિત કરવામાં આવશે. સાથે ભારતીય ડાક વિભાગ દ્વારા અંગદાન સમર્પિત વિશેષ કવરના આવનાર કાર્યક્રમ પણ ત્યાં યોજવામાં આવનાર છે.
ખલી કરતા ખતરનાક નીકળ્યા આ ગુજ્જુ દાદા, 21 મિનિટમાં 21 લાડુ ખાઈને સ્પર્ધા જીતી ગયા