ચૂંટણીનું બ્યૂગલ ફુંકાશે! RSS પ્રમુખ મોહન ભાગવત આવશે ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોહન ભાગવત 23, 24 અને 25 જૂલાઇએ ગુજરાત આવી સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં હવે દિગ્ગજ નેતાઓની આવન જાવન વધી ગઈ છે. નવેમ્બર કે ડિસેમ્બર માસમાં ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે. જુલાઈ મહિનામાં બે વખત ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી ગયા છે, પરંતુ આ વખતે RSS પ્રમુખ મોહન ભાગવતે પણ ગુજરાત પ્રવાસ ગોઠવ્યો છે.
વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોહન ભાગવત 23, 24 અને 25 જૂલાઇએ ગુજરાત આવી સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ મોટી બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા થશે અને ચૂંટણીમાં સંધની વ્યુહરચના ઘડાશે. આ સિવાય સંઘની ભગીની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના એક કાર્યક્રમમાં RSS પ્રમુખ મોહન ભાગવત હાજર રહેશે. ગુજરાતમાં તેઓ સંઘના પદાધિકારીઓ સાથે એક બેઠક પણ કરશે.
ભાજપની મિશન 2022ની તૈયારી? અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ
શું છે RSS પ્રમુખ મોહન ભાગવતનો ગુજરાત પ્રવાસ?
મોહન ભાગવતના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો, 23 જુલાઇએ સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. મોહન ભાગવત સતત 2 દિવસ લોકાર્પણના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તેઓ 23, 24 અને 25 જૂલાઇએ ગુજરાત આવી સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ મોટી બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા થશે અને ચૂંટણીમાં સંધની વ્યુહરચના ઘડાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube