અતુલ તિવારી, અમદાવાદ: સુરતની શાળાઓમાં BU પરવાનગી અને રમતના મેદાન અંગે કરાયેલી RTI બાદ ખળભળાટ મચી ગયો છે. માનવ આયોગમાં કરાયેલી RTI બાદ શિક્ષણ વિભાગ થયું દોડતું હતું. સુરતની શાળાઓમાં તપાસનો ધમધમાટ કરી 52 શાળાઓ બંધ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકે નોટિસ ફટકારી છે. એકસાથે 52 શાળાઓને બંધ કરવાની નોટિસ અપાતા શાળા સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘના પ્રમુખ જગદીશ ચાવડાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, એક RTI ના કારણે એકસાથે 52 શાળાઓ બંધ કરવાની નોટિસ આપવી એ અયોગ્ય છે. અમે તમામ નિર્ણય સાથે શાળાઓ ચલાવવા માંગીએ છીએ, પણ જો કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવા સરકાર મદદ કરે. 52 શાળાઓમાં અંદાજે 50 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરે છે.


જો એકસાથે 52 શાળાઓ બંધ થશે તો 50 હજાર બાળકોને અન્ય શાળાઓમાં સમાવવાનો વિકટ પ્રશ્ન ઉભો થશે. BU પરવાનગી અને રમતના મેદાન અંગે કેટલીક નવી શરતો વર્ષ 2009 પહેલા લાગુ કરાઈ નહતી. જે શાળાઓ 2009 પહેલા શરૂ થઈ હતી એ શાળાઓને જે તે સમયના નિયમ મુજબ ન્યાય આપવામાં આવે, અથવા સરકાર કોઈ હકારાત્મક નિર્ણય લે. સરકાર વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોના હક્કમાં નિર્ણય લેશે એવી અમને અપેક્ષા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube