અમદાવાદ :અમદાવાદમાં સ્કૂલ વાનમાંથી બાળક પડી જવાની ઘટના બાદ ગુજરાતનું આરટીઓ તંત્ર મોડે મોડે જાગ્યું છે. આ ઘટનાને પગલે આરટીઓ પોલીસે અમદાવાદ, સુરત અને વડોદરામાં ડ્રાઈવ હાથ ધરી છે અને મોટાપાયે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સવારથી જ આરટીઓ પોલીસ વિવિધ વિસ્તારોમાં તૈનાત થઈને સ્કૂલ વાન અને રીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ ભરવામાં આવી રહ્યા છે તેનું ચેકિંગ કરી રહી છે. તો બીજી તરફ, ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં સ્કૂલ વાનના ચોંકાવનારા દ્રશ્યો કેદ થયાં હતા. 


હવામાન વિભાગે વાયુ વાવાઝોડાનું લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું, જાણો શું માહિતી આપી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ચાલુ સ્કુલ વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાના મામલે વડોદરામાં ઝી 24 કલાકની ટીમે સ્કુલ પર પહોંચી સ્કુલ વાન ચાલકો કેટલા વિધાર્થીઓ બેસાડે છે તે અંગે રિયાલીટી ચેક કર્યું. રિયાલીટી ચેકમાં જોવા મળ્યુ કે, અમદાવાદની ઘટના બાદ વડોદરા ટ્રાફિક પોલીસ અને આરટીઓની ટીમે સ્કુલો બહાર ચેકિંગ હાથ ધર્યુ છે. તેમજ સ્કુલ વાન ચાલકો હજી પણ વાનમાં 18 થી 20 વિદ્યાર્થીઓ બેસાડી રહ્યા છે. સાથે જ પૂરઝડપે વાન હંકારી રહ્યા છે. ઝી 24 કલાકના કેમેરામાં સ્કુલવાન ચાલકો નિયમ સંખ્યા કરતા વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસાડતા હોવાનુ સામે આવ્યું. સાથે જ આરટીઓના કોઈ પણ નિયમનું પાલન ન કરતા હોવાનુ પણ સામે આવ્યુ છે. વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસાડી વાન ચલાવતા વાનચાલકોની વાન ટ્રાફિક પોલીસ અને આરટીઓએ ડિટેઈન કરી હતી. સાથે જ તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ શરૂ કરી છે. 


ભરૂચ : ડોક્ટરની હડતાળ વચ્ચે સારવાર ન મળતા 17 વર્ષના કિશોરનું મોત


અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત શાળાના બાળકો શાળાએથી ઘરે જતા હતા, ત્યારે ત્રણ બાળકો વાનમાંથી પડી ગયા હતા. ત્યારે આ ઘટનાને પગલે આરટીઓએ ગઈકાલે સૂચના આપી હતી કે, આવા સંજોગો ફરી ન બને એ માટે વાહનની કેપેસિટી પ્રમાણે તે વાલીની હોય કે સંચાલકની હોય તેમને આરટીઓ મંજુર કરેલી સંખ્યા પ્રમાણે જ વાનમાં બાળકોને બેસાડવા જેના કારણે ફરી વાર આવી ઘટનાઓ બને છે. આરટીઓને યોગ્ય પગલાં અને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી છે. તો જિલ્લા શિક્ષણાધિકારીને પણ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.


આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી પાસે રિપોર્ટ મંગાવાયો છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે. જો ઘટના મામલે શાળાની બેદરકારી જણાશે તો પગલા લેવાશે. વાહન વ્યવહાર વિભાગને પણ સ્કુલ વાન સામે કડક પગલાં લેવા નિર્દેશ કરાશે. રાજ્યની અન્ય શાળાઓને પણ આ પ્રકારની ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સલામતી માટે વિભાગ દ્વારા સૂચના અપાશે. આરટીઓને પણ સ્કુલ વાન મામલે રાજ્યભરમાં કડક વલણ અપનાવવા ભલામણ કરાશે.