મહેસાણા: મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી સમયે સરકારી હોસ્પિટલો દર્દીઓ અને તેમના સ્નેહીજનો માટે આશીર્વાદ રૂપ સેવા આપી રહી છે. ત્યારે જિલ્લામાં વડનગર GMERS સરકારી હોસ્પિટલ બાદ મહેસાણા (Mahesana) જિલ્લા મુખ્ય મથકે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીમારીમાં ઝડપથી પરીણામ માટે જરૂરી RTPCR સહિતના લેબોરેટરી ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં અદ્યતન લેબોરેટરી (Laboratory) મશીનરી લાવી સરકાર દ્વારા મહેસાણા સિવિલને સુપ્રત કરવામાં આવી છે. જિલ્લાના નાગરિકોને કોવિડ અંગેનું પરીણામ ઝડપથી મળી રહે તે માટે સરકાર હમેસાં પ્રયત્નશીલ રહી છે.


મહેસાણા સિવિલ હોસ્પિટલ (Mahesana Civil Hospital) ખાતે અંદાજીત ૪૦૦ સેમ્પલના ટેસ્ટિંગ થઈ શકે તેવી ક્ષમતા સાથેની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં  રોજના અંદાજીત ૨૦૦ થી પણ વધુ કોરોના માટે RTPCR સેમ્પલના ટેસ્ટિંગ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

3 વર્ષ પહેલાં મૃત્યું પામેલા દાદા રસી લેવા પૃથ્વી પર પધાર્યા!!! મળી ગયું ઓનલાઇન સર્ટિફિકેટ


ડૉ. દિનેશ વ્યાસ, પેથોલીજીસ્ટ, લેબ ઇન્ચાર્જ એ જણાવ્યું હતું કે, અહીંયા અમે RTPCR ટેસ્ટની કામગીરી કરીયે છીએ તેમજ જિલ્લામાં સરકારી બે લેબોરેટરી છે જેમાં એક મહેસાણા સિવિલ ખાતે અને બીજી એ વડનગર જી.એમ.ઇ.આર.એર ખાતે આવેલી છે.

માનવતાની મિસાલ: હિંદુ દિકરીના પાલક માતા-પિતા બન્યો મુસ્લિમ પરિવાર, કર્યું કન્યાદાન


મહેસાણા (Mahesana) જિલ્લામાં આ લબોટરીને  ચાર તાલુકા ફાળવવામાં આવ્યા છે. જેમાં બેચરાજી, કડી, જોટાણા અને મહેસાણા અમે આ ચાર તાલુકાના ટેસ્ટિંગ કરી તેનું પરીણામ તૈયાર કરવામાં આવે છે જ્યારે બાકીના તાલુકામાં વડનગર ખાતે ટેસ્ટીંગનું પરીક્ષણ કરવામાં આવે છે. 


મહેસાણા અને વડનગર (Vadnagar) ખાતે કોવિડ ૧૯નું પરીક્ષણ નિઃશુલ્ક કરવામા આવે છે. મહેસાણા સિવિલસ હોસ્પિટલ ખાતે કાર્યરત આ લેબમાં થયેલ  ટેસ્ટિંગના ૨૪ કલાકમાં પરીણામ આપવામં આવે  છે. મહેસાણા સિવિલ ખાતે અંદાજીતક RTPCR ટેસ્ટનું મશીન રૂ.૧૦ લાખનું આવે છે જે નાગરિકોની સુવિધા માટે કાર્યરત કરવામાં આવેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube