ચેતન પટેલ/ સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા પરિવારને મકાન ખાલી કરાવવા માટે ભાજપ કાર્યકર્તા દ્વારા રૂપિયા પાંચ લાખની માંગણી અને ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. અમરોલી પોલીસમાં રજુઆત કરવા છતાં પણ અવારનવાર ધમકીઓ મળતાં આખરે ન્યાય માટે ઝઝૂમી રહેલા પરિવારે પોતાના ત્રણ માસૂમ બાળકો સાથે સુરત જિલ્લા કોર્ટ બહાર જ બે હાથ જોડી કાર્યવાહીની માંગ કરી હતી. સુરતના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં રહેતા હનુમાન યાદવ સહિત તેના પરિવારને ભાજપ કાર્યકર્તા અમિતકુમાર લલ્લુભાઇ જાલીમ દ્વારા મકાન ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આરોપ મુકવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉતરાયણના પર્વને લઇને ફાયર વિભાગ કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા સંપુર્ણ સજ્જ


મકાન માલિક હનુમાન યાદવે જણાવ્યું હતું કે,તેઓ પોતાના ભાઈ અને પરિવાર સાથે છેલ્લા અગિયાર વર્ષથી વરિયાવ સ્થિત તાડવાડી વિસ્તારમાં આવેલ મણીપુરસોત્તમ નગરમાં રહે છે. જો કે અહીં અન્ય મહિલા દ્વારા પોતાની માલિકો નું મકાન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગે કોર્ટ મેટર પણ થઈ હતી. જ્યાં કોર્ટે પરિવારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેમ છતાં મહિલાના ઈશારે ભાજપ કાર્યકર્તા અમિત કુમાર લલ્લુભાઇ જાલિમ દ્વારા મકાન ખાલી કરાવવાની ધમકી આપવામાં આવી રહી છે. 


ગૃહમંત્રી અમિત શાહ બને ગુજરાતનાં મહેમાન, 2 દિવસ સુધી કરશે ઉજવણી


ભાજપ કાર્યકર્તા દ્વારા રૂપિયા પાંચ લાખની માંગણી કરવામાં આવી રહી છે. જો નહીં આપવામાં આવેતો બાળકોને શાળાએથી ઉઠાવી લેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. પોલીસ મથકમાં રજુવાત કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. સ્થાનિક ધારાસભ્ય આ મામલે ન્યાય અપાવે તેવી માંગ સાથે કોર્ટ બહાર પરિવાર જોડે બે હાથ જોડે ઉભા રહેવા મજબૂર બનવું પડ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube