Loksabha Election 2024 : રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધનો સામનો હવે ભાજપના અન્ય નેતાઓને કરવો પડી રહ્યો છે. ગુજરાતના ગામેગામે ક્ષત્રિય આંદોલન વ્યાપી ગયું છે. ત્યારે રાજપૂતોના વિરોધને પગલે ભાજપના નેતાઓ હવે ગુજરાતના ગામડાઓમાં પ્રચાર માટે જતા ડરી રહ્યાં છે. રાજપૂતોનો વિરોધ શહેરો કરતા ગામડાઓમાં વધુ જોવા મળી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને આ વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. રજામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. ભાજપના ઉમેદવાર પૂનમ માડમની સભામાં અને રેલીમાં ક્ષત્રિયો ધસી આવ્યા હતા. કાળા વાવટા ફરકાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના બાદ 100થી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂનમ માડમના કાર્યક્રમમાં વિરોધ 
ભાજપના લાખ પ્રયાસો છતા ક્ષત્રિય સમાજનો રોષ ઓછો થઈ નથી રહ્યો. આવામાં હવે સમાજના યુવાઓએ બાંયો ચઢાવી છે. હાલ સમગ્ર જામનગરમાં ક્ષત્રિયોનો આકરો રોષ જોવા મળી રહ્યો છે. જામનગરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. 


વંદે ભારત ટ્રેનને નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ


રૂપાલા હોય કે રાહુલ, માફી શાની? રાજા-મહારાજાઓનું અપમાન નહિ ચલાવી લેવાય


ભાવનગરમાં પણ વિરોધ
હજી એક દિવસ પહેલા ભાવનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવારની પ્રચાર સભામાં ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવ્યા હતા. લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણીયાનું આગમન થતા જ એકાએક 70 થી વધુ યુવાનોનું ટોળું સભા સ્થળે ધસી આવ્યું હતું. સભા સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું હોવા છતાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય યુવાનોએ ઘૂસી આવી વિરોધ નોંધાવ્યો હતો. યુવાનોએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા પોલીસે તમામ યુવાનીની અટકાયત કરી હતી. 


વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહી