વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહી
Prediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
Trending Photos
Gujarat Weather : ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદને કારણે અડધા ગુજરાતમાં કમોસમી વરસાદ રહ્યો. આ કારણે વાદળછાયુ વાતાવરણ રહીને વાતાવરણમાં ઠંડક રહી. ગરમીનો પારો નીચે ગયો હતો. પરંતું હવે ગુજરાતીઓનો એ હનીમૂન પીરિયડ પૂરો થયો. હવે કાળઝાળ ગરમીના દિવસો આવશે. આજથી ગુજરાતમાં સૂર્ય કોપાયમાન થઈને તેનુ અસલી રૂપ બતાવશે. હવે ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ વધશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં આજથી ગરમીનો પારો વધી જશે તેવી આગાહી છે. રવિવારે રાજ્યના 4 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. તો અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આ વચ્ચે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે. ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથમાં હીટવેવની આગાહી છે. ગઈકાલે રવિવારે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 41.4 ડિગ્રી સાથે મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યુ હતું.
મે મહિનો બરાબરનો તપશે
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળી છે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ગરમી વધશે. 28, 29 એપ્રિલથી મધ્ય ગુજરાતનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઈડર, અમરેલી, જૂનાગઢમાં પણ ગરમી વધુ રહેશે. 29 એપ્રિલથી ફરીથી ગુજરાતમાં વરસાદનો દોર આવશે. 29 એપ્રિલથી વાદળવાયુ અને ગુજરાતનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે રહેવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે