Rajkot Loksabha Election : કોંગ્રેસે ગઈકાલે બાકી બચેલી ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યાં હતા. જેમાં રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને ઉમેદવાર જાહેર કર્યાં છે. 22 વર્ષ બાદ પરેશ ધાનાણી અને રૂપાલા વચ્ચે ચૂંટણી જંગ થવાનો હતો. 22 વર્ષ પછી ફરી એકવાર રૂપાલા અને ધાનાણી આમને-સામને આવ્યા છે. વર્ષ 2002 ની ચૂંટણીમાં 26 વર્ષના યુવા પરેશ ધાનાણી રૂપાલાનીને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે 22 વર્ષ બાદ બંને દિગ્ગજો ફરીથી આમનેસામને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલા માટે ધાનાણી જાયન્ટ કિલર 
લગભગ દોઢેક મહિના પહેલાં ગુજરાતના રાજકારણમાં ચર્ચા હતી કે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા પરેશ ધાનાણી કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જશે. કારણ કે, તેઓ જાહેરમાં ભાજપના નેતા પરશોત્તમ રૂપાલા સાથે તેઓ ચા પીતા નજરે પડ્યા હતા. પરંતું એક બાંકડે બેસીને ચા પીનારા બંને દિગ્ગજો હવે લોકસભા ચૂંટણીમાં આમને સામને આવી ગયા છે. થોડા સમય પહેલા ધાનાણીએ લોકસભા ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો, પરંતુ આખરે તેઓ ચૂંટણી લડવા તૈયાર થયા છે. રૂપાલા માટે ધાનાણી જાયન્ટ કિલર સાબિત થશે. રૂપાલા અગાઉ ધાનાણી સામે પરાજયનો સ્વાદ તો ચાખી ચૂક્યા છે, ત્યારે 22 વર્ષના વહાણ વીત્યા બાદ બાજી પલટાશે કે શેરને માથે સવા શેર સાબિત થશે તે તો સમય આવ્યે ખબર પડશે. પરંતુ રૂપાલાની લડાઈ કોંગ્રેસનાં સિંહ સાથે છે. 


સંમેલન પહેલા ક્ષત્રિયોની અટકાયત, રાજકોટ ના પહોંચે તે માટે જુઓ કોને કોને નજરકેદ કરાયા



કોંગ્રેસમાં ટિકિટ માંગવાનો હક બધાને છે
પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા. રાજકોટના બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરાઈ હતી. ફટાકડા ફોડીને ‘જીતેગા ભાઈ જીતેગા પરેશ ધાનાણી જીતેગા’ના નારા લગાવવામાં આવ્યા હતા. જોકે, આ ઉજવણી સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ડોક્ટર હેમાંગ વસાવડા, મહેશ રાજપુત, પ્રદીપ ત્રિવેદી, લલિત કગથરા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સૂચક ગેરહાજરી આંખે ઉડીને વળગે તેમ હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતા રાજાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં જૂથવાદ ચાલતો નથી, ટિકિટ માંગવાનો હક બધાને છે. 26 વર્ષની ઉંમરે પરેશ ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા. 


નેતાઓથી કામ ન બન્યું તો, ક્ષત્રિયોને સમજાવવા સરકારની નવી રણનીતિ, નવા ખેલાડી મેદાનમાં