અમદાવાદ: યુવતિના ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે કરી રૂપિયાની માગ
સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. પણ તેના કારણે મહિલાઓને ત્રાસ પણ વધ્યો છે. આ પ્રકારની એક ઘટના અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં બની છે. જેમાં યુવક મિત્રએ તેની સગીરા મિત્રના ફોટો મેળવી તેની પાસેથી પૈસા પડાવ્યા અને ધમકીઓ આપી હતી.
ઉદય રંજન/અમદાવાદ: સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. પણ તેના કારણે મહિલાઓને ત્રાસ પણ વધ્યો છે. આ પ્રકારની એક ઘટના અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં બની છે. જેમાં યુવક મિત્રએ તેની સગીરા મિત્રના ફોટો મેળવી તેની પાસેથી પૈસા પડાવ્યા અને ધમકીઓ આપી હતી.
એક સગીરા જે કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે, તેને સોશિયલ મિડીયાનો કડવો અનુભવ થયો છે. જેને લઇને સગીરાના માતાએ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી છે. યુવતીના ક્લાસમાં અભ્યાસ કરતા શિવ પટેલ નામના આરોપીએ યુવતીનું ઈન્સ્ટાગ્રામ હેક કરી તેના બિભસ્ત ફોટા મેળવી તેને વાઈરલ કરવાની ધમકી આપી હતી.
રાજ્ય સરકારની એસ.ટી કર્મચારીઓને દિવાળી ભેટ: આજથી પગારમાં કરાયો મોટો વધારો
આરોપીએ યુવતીને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી 5000 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપીએ યુવતી પાસે વધુ 23 હજાર રૂપિયાની માગણી કરતા યુવતીએ તેના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
જુઓ LIVE TV :