સિદ્ધપુરઃ સિદ્ધપુરના રેલવે સ્ટેશન પર મોડી રાત્રે સાડા છ લાખથી વધુ રકમની લૂંટની દિલધડક ઘટના બની છે. અજાણ્યા શખ્સો માત્ર ગણતરીની મિનિટોમાં જ કારનો કાચ તોડીને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. રેલવે સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં થયેલી લૂંટની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર MH 01 VA 4648  નંબરની ખાનગી કારમાં મુંબઈ જઈ રહેલા વ્યક્તિઓ રસ્તો પુછવા માટે કાર પાર્ક કરીને સિદ્ધપુરના રેલવે સ્ટેશનના અંદર ગયા હતા. તેમણે કારના બધા જ કાચ બંધ કર્યા હતા અને કારને લોક પણ કરી હતી. તેઓ રેલવે સ્ટેશનમાં પુછપરછ કરવા ગયા એટલી વારમાં જ અજાણ્યા શખ્સો કારનો કાચ તોડીને પાછળના ભાગે રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. 


બાબરા તાલુકા પંચાયતના મહિલા CDPOને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા


લૂંટારૂઓએ કારનો કાચ તોડવા માટે એરગનનો ઉપયોગ કર્યો હોવાની આશંકા છે. કારના માલિક રેલવે સ્ટેશન પર પુછપરછ કરીને પાછા આવ્યા અને જોયું તો કારમાં પાછળની સીટનો એક બાજુનો કાચ તુટેલો હતો અને અંદર રહેલી બેગ ગાયબ હતી. આથી, કારના માલિકોએ તાત્કાલિક રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રેલવે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 


જુઓ LIVE TV.....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....