બાબરા તાલુકા પંચાયતના મહિલા CDPOને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

બાબરા(Babra) તાલુકા પંચાયતમાં સીડીપીઓ તરીકે કામ કરતા રેખાબેન ચંદ્રકાંતભાઈ જોષીએ(Rekhaben Joshi) નોકરીમાં હેરાન ન થવું હોય તો આંગણવાડીની મહિલા કર્મચારીઓને દર મહિને વહિવટ કરવા માટે જણાવ્યું હતું.
 

બાબરા તાલુકા પંચાયતના મહિલા CDPOને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

કેતન બગડા/અમરેલીઃ ગુજરાતની ભ્રષ્ટાચાર નિવારણ શાખાના(Anti Curroption Bureau-ACB) અમરેલીના અધિકારીઓએ શનિવારે બાબરા તાલુકા પંચાયતના એક મહિલા CDPOને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. મહિલા અધિકારીએ આંગણવાડીની કાર્યકર બહેનો પાસે લાંચની માગણી કરી હતી. 

બાબરા(Babra) તાલુકા પંચાયતમાં સીડીપીઓ તરીકે કામ કરતા રેખાબેન ચંદ્રકાંતભાઈ જોષીએ(Rekhaben Joshi) નોકરીમાં હેરાન ન થવું હોય તો આંગણવાડીની મહિલા કર્મચારીઓને દર મહિને વહિવટ કરવા માટે જણાવ્યું હતું. રાજ્ય સરકારના મહિલા અધિકારીએ આંગણવાડીની 27 કાર્યકર બહેનો પાસે લાંચની માગણી કરી હતી. 

આથી આંગણવાડીની કાર્યકરોએ મહિલા અધિકારી દ્વારા માગવામાં આવેલી લાંચ સામે અમેરેલીની ભ્રષ્ટાચાર નિવારણ શાખામાં ફરિયાદ કરી હતી. મહિલા અધિકારીએ આંગણવાડની 23 મહિલા કાર્યકરો પાસે તેમના કામના બદલામાં રૂ.6,900ની લાંચની માગણી કરી હતી. આથી, અમરેલી એસીબી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. 

અમરેલી એસીબીના જણાવ્યા મુજબ આંગણવાડીની કાર્યકર બહેનોએ મહિલા અધિકારી રેખાબેનને ચોક્કસ જગ્યાએ લાંચ લેવા માટે બોલાવ્યા હતા. રેખાબેને જેવી આંગણવાડીની મહિલા કાર્યકરો પાસેથી રૂ.6,900ની લાંચ સ્વીકારી કે તરત જ એસીબીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. મહિલા અધિકારી રેખાબેનને એસીબીના છટકા અંગે જાણ થઈ ન હતી અને તેઓ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એસીબીએ મહિલા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news