Russia Ukraine War: તમે આ કહેવત તો સાંભળી જ હશે- માનવી માનવ થાય તો ઘણું. ત્યારે આ કહેવત પર ઘણાં ઓછા લોકો ખરા ઉતરે છે. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિમાં એક ગુજરાતીએ આ કહેવત સાકાર કરી બતાવી છે. છેલ્લા કેટલાક દિવસથી બંને દેશ વચ્ચે તણાવ ભરી સ્થિતિ છે અને બંને દેશ એકબીજા પર આક્રમણ કરી રહ્યા છે. એવામાં યુદ્ધની સ્થિતિમાં ત્યાની જનતા અને ભારતીય નાગરીકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને યુદ્ધમાં પોતાના ઘર છોડી અન્ય જગ્યાએ અથવા બંકરનો આશરો લેવો પડી રહ્યો છે. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં એક ગુજરાતી લોકોની મદદે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ત્યાંની સ્થિતિ વધુ વણસી છે. યુક્રેનિયન લોકોની સાથે સાથે, વિવિધ દેશોના ત્યાં રહેતા લોકો પણ ખૂબ જ હતાશ અને પરેશાન છે. આ અહેવાલો વચ્ચે યુક્રેનમાં એક ભારતીય રેસ્ટોરન્ટ ભારતીય વિદ્યાર્થીઓ અને યુક્રેનિયન નાગરિકો માટે મસીહા બનીને ઉભરી આવી છે. ગુજરાતના વડોદરાના 52 વર્ષીય મનીષ દવેએ રશિયાના હુમલા બાદ આ કટોકટીની સ્થિતિમાં તેમના સાથિયા રેસ્ટોરન્ટમાં ઓછામાં ઓછા 70 લોકોને આશ્રય આપ્યો છે. રેસ્ટોરન્ટના માલિક મનીષ દવેએ આ અંગે જણાવ્યું હતું કે ચોકોલેવસ્કી બુલેવાર્ડના ભોંયરામાં સ્થિત હોવાના કારણે આ રેસ્ટોરન્ટ એક પ્રકારનું બોમ્બ બંકર બની ગયું છે. ગુરુવારે યુદ્ધમાં વિસ્ફોટથી ડરી ગયેલા ઘણા લોકો સાથિયા રેસ્ટોરન્ટમાં પોતાનો સામાન લઈને એકઠા થયા હતા. આ રેસ્ટોરન્ટ લોકોને આશ્રય અને મફત ભોજન પ્રદાન કરે છે.


રેસ્ટોરન્ટને બાવ્યું શેલ્ટર
રેસ્ટોરન્ટના માલિક મનીષ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, “ઘણા યુક્રેનિયન નાગરિકો પણ મારી રેસ્ટોરન્ટમાં આ આશાએ આવ્યા હતા કે તેઓ અહીં સુરક્ષિત રહેશે. આ રેસ્ટોરન્ટ હવે બોમ્બ શેલ્ટર જેવું છે કારણ કે તે ભોંયરામાં નીચે છે. અમે દરેકને ભોજન પીરસીએ છીએ. "ગુડ નામના ટ્વિટર હેન્ડલ પરથી આ સંબંધમાં એક ટ્વિટ પણ કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં લખ્યું છે: “મનીષ દવે નામના વ્યક્તિએ યુક્રેનમાં તેની રેસ્ટોરન્ટને 125 થી વધુ લોકો માટે આશ્રયસ્થાનમાં ફેરવી દીધી છે. તે અને તેના કર્મચારીઓ રાશનની શોધમાં અને આશ્રિતો માટે ભોજન તૈયાર કરવામાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. દુનિયાને મનીષ દવે જેવા વધુ લોકોની જરૂર છે."


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube