આ ડેરીએ ઘીના ભાવમાં કર્યો મોટો ઘટાડો, આવતીકાલથી નવો ભાવ લાગુ, જાણી લેજો નવી કિંમત
Sabar Dairy Ghee: સાબરડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્વારા ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે નવા ભાવ આવતી કાલથી (14 માર્ચ) જ અમલમાં આવશે.
Sabar Dairy Ghee Price Drop: મોંઘવારી વચ્ચે ગ્રાહકો માટે રાહતના સામચાર આવ્યા છે. સાબરડેરીએ સામાન્ય લોકો માટે સારા સમાચાર આપ્યા છે. સાબર ડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. સાબરડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમુલ તથા સાબર બ્રાન્ડ ઘીના ભાવમાં કરાયો ઘટાડો થયો છે.
સાબરડેરી દ્વારા ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે નવા ભાવ આવતી કાલથી (14 માર્ચ) જ અમલમાં આવશે. સાબરડેરી દ્વારા વેચાણ કરતી મંડળીઓ અને સાબરડેરી સંચાલિત પાર્લરને ભાવ ઘટાડાની લેખિત જાણ કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર 'દાદા'ની મોટી જાહેરાત; હિંમતનગરની હદ વધારાઈ, જમીનના રાતોરાત ઉંચકાઈ જશે ભાવ
સાબરડેરીના સાબર શુદ્ધ ઘીમાં પ્રતિ કિલોએ રૂપિયા 25 નો ઘટાડો કર્યો છે. સાબર ડેરીના શુદ્ધ ઘીના 15 કિલોના ડબ્બામાં રૂ 375નો ઘટાડો કરાયો છે. હવેથી હવે 15 કિલોનો સાબર શુદ્ધ ઘીનો ડબ્બો 9000 રૂપિયામાં મળશે. અગાઉ 15 કિલો ઘીનું ટીન 9375 રૂપિયા પ્રમાણે વેચાણ થતું હતું. દિવાળી બાદ ઘીના ભાવમાં સાબર ડેરી દ્વારા જાન્યુઆરીમાં ઘટાડો કરાયો હતો.
ગુજરાતના આ 11 ટાપુ પર જવા માટે લેવી પડશે પરમિશન, આવા છે સૌથી મોટા અપડેટ
વર્ષ 2024 માં પ્રથમવાર ઘીના ભાવમાં ઘટાડો કરાતા ઉત્તર ગુજરાતના લોકો રાજીના રેડ થયા છે. અમુલ ધ્વારા લુઝ ઘીના ભાવમાં ઘટાડો કરતા ઘટાડો કરાયો છે.
તારક મહેતા...ના બબીતાજી વિશે થયો અત્યંત ચોંકાવનારો દાવો, જાણીને વિશ્વાસ નહીં કરી શકો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જાન્યુઆરી મહિનામાં સાબર ડેરીએ ઘીના ભાવ ઘટાડ્યા હતા. ગત નવેમ્બર મહિનામાં સાબરડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 29 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે માત્ર ત્રણ મહિનાના ગાળામાં સાબર ડેરીએ બીજીવાર ઘીના ભાવમાં ઘટાડો કર્યો હતો. હવે ફરી એકવાર માર્ચમાં મોટો ઘટાડો કરાયો છે.
મિત્રતાના સંબંધ પર લાંછન; માત્ર આ વહેમના ચક્કરમાં સુરતમાં મિત્રે મિત્રની કરી હત્યા