કેસ 100ને પાર જતા સાબરકાંઠામાં તંત્રએ ગણિત માંડ્યું, જિલ્લા બહારના દર્દીઓને યાદીમાંથી દૂર કરાયા
કોરોનાનો કહેર ગુજરાતના દરેક જિલ્લામાં વ્યાપી ગયો છે. જેમાં સાંબરકાંઠા જિલ્લો પણ બાકાત નથી. આ જિલ્લામાં પણ કોરોનાના કેસનો આંકડો 100ને પાર થઈ ગયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો આકડો 1૦૦ ઉપર જતા આકડો નીચે લાવવામાં વ્યસ્ત બન્યું છે. આરોગ્ય વિભાગ બહારના જિલ્લાના અને રાજ્યના દર્દીઓને યાદીમાંથી કાઢી દેવાયા છે. ક્વોરેન્ટાઈનના જિલ્લામાં, સેમ્પલ જિલ્લામાં, સારવાર પણ જિલ્લામાં અને ગણતરી તેમના વતનમાં તેવી ગણિત માંડવામાં આવ્યું છે. પ્રેસ બ્રીફમાં પણ જિલ્લા અને રાજ્યના આંકડામાં તફાવત જોવા મળ્યો છે.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :કોરોનાનો કહેર ગુજરાતના દરેક જિલ્લામાં વ્યાપી ગયો છે. જેમાં સાંબરકાંઠા જિલ્લો પણ બાકાત નથી. આ જિલ્લામાં પણ કોરોનાના કેસનો આંકડો 100ને પાર થઈ ગયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો આકડો 1૦૦ ઉપર જતા આકડો નીચે લાવવામાં વ્યસ્ત બન્યું છે. આરોગ્ય વિભાગ બહારના જિલ્લાના અને રાજ્યના દર્દીઓને યાદીમાંથી કાઢી દેવાયા છે. ક્વોરેન્ટાઈનના જિલ્લામાં, સેમ્પલ જિલ્લામાં, સારવાર પણ જિલ્લામાં અને ગણતરી તેમના વતનમાં તેવી ગણિત માંડવામાં આવ્યું છે. પ્રેસ બ્રીફમાં પણ જિલ્લા અને રાજ્યના આંકડામાં તફાવત જોવા મળ્યો છે.
જિલ્લામાં 104ના આંકડા સામે તંત્રએ 87 દર્દીઓએ અને રાજ્ય દ્વારા 97 દર્દીઓ બતાવ્યા છે. પાંચ દિવસમાં 53થી વધુ કેસ આવતા તંત્ર આંકડાની માયાજાળ ગોઠવવા લાગ્યું છે. અત્યાર સુધીમાં 61 એક્ટીવ કેસ અને ૨૩ ડિસ્ચાર્જ પૈકી સમરસ હોસ્ટેલમાં 15 જણાનો સમાવેશ થાય છે. જોકે, વાસ્તવિક પરિસ્થતિમાં 51 દર્દી પોઝિટિવ દર્દી સિવિલ હોસ્પિટલમાં, 6 દર્દી કોવિડ હોસ્પિટલમાં, 16 દર્દી સમરસ હોસ્ટેલમાં અને 27 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લાના આરોગ્ય વિભાગના આંકડા અને વાસ્તવિકતામાં 12 આંકડાનો તફાવત આવી રહ્યો છે.
ગઈ મોડી સાંજે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સાંબરકાંઠા જિલ્લામાં 97 પોઝિટિવ કેસ હોવાનું જાહેર કરાયું હતું. જેમાં ૩ દર્દીના મોત અને 29 દર્દીઓને રજા અપાઈ હોવાની જાહેરાત કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે આજે વધુ 11 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં વડાલી તાલુકામાં એક જ દિવસમાં પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. વડાલી, કજેરી, ડોભાડામાં એક-એક કેસ, દાંત્રોલીમાં 2 કેસ કોરોના પોઝિટિવ, તલોદના સવાપુર અને બાદરજીના મુવાડામાં એક-એક કેસ, પોશીના તાલુકામાં બે ભાઈઓને પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. તો હિંમતનગરના ગાંભોઈમાં એક કેસ કોરોના પોઝિટિવ હોવાનું નીકળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર