સાબરકાંઠા: રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવર અને બે બાળકોનાં મોત, 7 ઘાયલ
જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી હતી. પોળોના જંગલોમાંથી પરત ફરી રહેલી રિક્ષાને અકસ્માત થતા 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. મૃતકોમાં રિક્ષા ચાલક અને તેની સાથે આગળ બેઠેલા બે બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. હાલ તો ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. જો કે સ્થાનિક લોકો દ્વારા પહેલાથી જ રાહત અને બચાવકામગીરી ચાલુ કરવામાં આવી હતી. તમામ ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સાબરકાંઠા : જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી હતી. પોળોના જંગલોમાંથી પરત ફરી રહેલી રિક્ષાને અકસ્માત થતા 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. મૃતકોમાં રિક્ષા ચાલક અને તેની સાથે આગળ બેઠેલા બે બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. હાલ તો ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. જો કે સ્થાનિક લોકો દ્વારા પહેલાથી જ રાહત અને બચાવકામગીરી ચાલુ કરવામાં આવી હતી. તમામ ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
AHMEDABAD: સિક્યુરિટી જવાને મહિલાને કહ્યું તને એવી નોકરી અપાવું કે પગાર પણ મળે મજા પણ...
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ઇડરના કડિયાદરા નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. બે બાળકો અને રિક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. રિક્ષા ચાલકની સાથે આગળ બેઠેલા બાળકોના પણ મોત નિપજ્યાં હતા. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રિક્ષા વિજય નગરના પોળો ફોરેસ્ટથી પરત આવી રહી હતી ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી.
અમદાવાદીઓ સાવધાન! હવામાન વિભાગે ઉંઘ ઉડાડી મુકે તેવી આગાહી વ્યક્ત કરી, જ્યાં પણ હો ઘરે પહોંચી જાવ
અકસ્માતમાં કુલ 7 લોકોને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ઇડરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતકો અને ઇજાગ્રસ્તો એક જ પરિવારના અને આકોદરા અને ઓરાણ ગામના હોવાનું સામે આવ્યું છે. આ લોકો પોળો ફોરેસ્ટ ફરવા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત તેમને નડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. આ ઉપરાંત ઘાયલોની પણ સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube