શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: વડાલીના સગરવાસમાં પતિ પત્નીને ઘરકંકાસને લઈને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે પતિની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શિક્ષક સહાયકોની ભરતીના નિયમો જાહેર, 20 ટકા ઉમેદવારોનું બનશે વેઈટિંગ લિસ્ટ


સાબરકાંઠાના વડાલીના સગરવાસમાં ત્રણ દિવસ પહેલા સવારે પાંચેક વાગ્યાના સમયે પતિ પત્ની વચ્ચે કોઈપણ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયા બાદ ધારિયાના ઘા ઝીંકી પત્નીનું ગળું કાપી નાખી નિર્મમ હત્યા કર્યા બાદ બપોર સુધી પોલીસને જાણ કરાઈ ન હતી. પરંતુ બપોર બાદ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ હાજર હત્યારા પતિની અટકાયત કરી પીએમ વગેરે માટે કાર્યવાહી હાથ ધરી. વડાલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો.


PMનું સપનું થશે સાકાર! 1200 કરોડના ખર્ચે અંબાજીની થશે કાયાપલટ, માસ્ટર પ્લાન તૈયાર


વડાલીના સગરવાસમાં પાસે બ્રહ્મપુરી વિસ્તાર રહેતા લક્ષ્મીબેન મગનભાઈ સગર અને તેમના પતિ મગનભાઈ દેવકણભાઈ સગરે લઈને બુધવારે વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે ઘર કંકાસને લઈને બોલચાલી બાદ ઝઘડો થવા દરમ્યાન મગનભાઈ એટલી હદે ગુસ્સે થઈ ગયા હતા કે ધારિયું લઈ આવી પત્નીના ગળા પર જીવલેણ ઘા મારી દાઢીના ભાગે ઘા ઝીંકી પત્નીને રહેંસી નાંખી વીસેક વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો અને 14 વર્ષની દીકરીને નોંધારી કરી હતી.


ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા મુદ્દે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર, સમગ્ર ભરતી..


આ કરપીણ હત્યાની ઘટના છતાં કોઈએ પોલીસને જાણ કરી ન હતી. હત્યારો પતિ પણ ક્યાંય ફરાર થયો ન હતો. પરંતુ બપોરે દોઢેક વાગ્યાના સુમારે પોલીસને હત્યાની ઘટનાની જાણ થતા વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે એફ.એસ.એલ.ની મદદથી તપાસ હાથ ધરી હતી અને લાશનો કબજો લઈ હત્યારા પતિની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.


આ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, મોટી આગાહી