ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સાબરમતીના યુવાને ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કર્યાનો બનાવ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે પરિવારે સાબરમતી વિસ્તારના બૂટલેગરના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ જિલ્લામાં 40 શિશુઓના મોતથી હડકંપ; બાળ મરણ રોકવા તંત્ર કામે લાગ્યું!


અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાળીગામના ગૂજરાત હાઉસિંગના મકાનમાં રહેતા પ્રતાપસિંહ રાઠોડના પુત્ર ચીરાગસિંહ રાઠોડે રેલવે લાઈનમાં પટ્ટા પર પડતું મૂકી શનીવાર સવારે મોતને વહાલું કર્યું હતું. ત્યારે પરિવારને આ બનાવની જાણ થતા ઘટના સ્થળ પહોંચી મૃતદેહ સ્વીકાર કરતા સમયે મૃતક ચીરાગસિંહ રાઠોડના પેન્ટના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતકે લખ્યું હતું મારા પરિવારને માફ કરજો. હું ને મારા પપ્પા બેકસુર છીએ, sorry my family હું તમને છોડીને જાવ છું, પણ પોતાને અને મારી ફેમેલીને બેક્સુર સાબિત કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. તેથી મારે આ કરવું પડે છે. I m quite લખેલું લખાણ મળી આવ્યું હતું. ત્યારે આ આત્મહત્યાના મામલે રાણીપ પોલીસે અકસ્માતે મોતના આધારે તપાસ શરૂ કરી છે. 


ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાશે મોટી ખાનાખરાબી! અંબાલાલની ડરામણી આગાહી


ચિરાગ રાઠોડના આત્મહત્યાના બનાવને લઇને મૃતકના પિતા પ્રતાપસિંહ રાઠોડ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સાબરમતીના બૂટલેગર સુનીલ નામના વ્યક્તિના કારણે પોતાના પુત્રે આત્મહત્યા કર્યાનો આક્ષેપ મીડિયા સમક્ષ કર્યો હતો, પણ રાણીપ પોલીસના નિવેદનમાં પોતાના દીકરાને ક્રિષ્નાસિંહ પ્રેમસિંહ રાઠોડ ઉર્ફે મોલ્યો અને કરણસિંહ પ્રેમ સિંહ રાઠોડ ઉર્ફે ગની સાથેના ઝગડાને લઇને આત્મહત્યા કરાયાનું નોંધાવ્યું છે, ત્યારે બંને જગ્યા પર અલગ અલગ નિવેદનો સામે આવતા રાણીપ પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી રહી છે.


કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!


આત્મહત્યા કરવા પાછળનું કારણ શું બૂટલેગર છે કે અંગત ઝગડો તેને લઈને રાણીપ પોલીસે તપાસ શરૂ કરી છે તો તપાસ માં શું સામે આવે છે એ જોવું રહ્યું.