ગુજરાતના આ જિલ્લામાં એક મહિનામાં 40 શિશુઓના મોતથી હડકંપ; બાળ મરણ રોકવા તંત્ર કામે લાગ્યું!
સગર્ભાને સ્ટીરોઇડ અપાય તો નવજાત શિશુને શ્વાસોશ્વાસને લગતી તકલીફોમાં ઘટાડો થઈ શકે તેવું તંત્રનું અનુમાન છે. સગર્ભાને 28થી 30માં અઠવાડિયા દરમ્યાન સ્ટીરોઇડ અપાતું હોય છે. હવે 28થી 30 અઠવાડિયા વચ્ચે ઇન્જેક્શન આપવા પરિપત્ર કરાયો છે.
Trending Photos
તેજસ મહેતા/મહેસાણા: મહેસાણામાં એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપની સ્થિતિ સર્જાઈ છે. ગત સપ્ટેમ્બર મહિનામાં 40 જેટલા શિશુઓના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડતું થયુ છે. 40 શિશુના મોતના ઓછું વજન, સગર્ભાની વહેલી પ્રસૂતિને કારણે શિશુના મોતના કારણો સામે આવ્યાં છે. બાળ મરણ રોકવા આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે. માતૃ અને બાળ મરણની યોજાયેલી સમીક્ષા બેઠકમાં ચિંતા કરાઈ છે. સરકારની ગાઈડ લાઈન મુજબ સગર્ભાને સ્ટીરોઇડ આપવા પરિપત્ર કરાયો છે.
સગર્ભાને સ્ટીરોઇડ અપાય તો નવજાત શિશુને શ્વાસોશ્વાસને લગતી તકલીફોમાં ઘટાડો થઈ શકે તેવું તંત્રનું અનુમાન છે. સગર્ભાને 28થી 30માં અઠવાડિયા દરમ્યાન સ્ટીરોઇડ અપાતું હોય છે. હવે 28થી 30 અઠવાડિયા વચ્ચે ઇન્જેક્શન આપવા પરિપત્ર કરાયો છે. બે અઠવાડિયા વહેલા ઇન્જેક્શન આપવા પરિપત્ર કરાયો છે. 40 બાળ મરણના અલગ અલગ કારણો જાણવા મળ્યા છે. મોટા ભાગના કિસ્સામાં બર્થ ડીફેક્ટ, વહેલી પ્રસૂતિ, લો બર્થ વેઇટ બાળ મૃત્યુના મુખ્ય કારણો જોવા મળ્યા છે.
આરોગ્ય પ્રધાને આપ્યા તપાસના આદેશ
એક જ મહિનામાં આટલા શિશુઓના મોત થતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે. મહેસાણા જિલ્લા તંત્રને જરુરી સૂચના ઋષિકેશ પટેલે આપી છે. બાળ મૃત્યુદર ઘટાડવા જરુરી પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.
ઋષિકેશ પટેલે દર મહિને માતા અને બાળકના મૃત્યુની સમીક્ષા કરાય તેવું જણાવ્યુ છે. સાથે જ આરોગ્ય પ્રધાને જણાવ્યુ કે સમીક્ષા પછી તુરંત બેઠક યોજી મૃત્યુદર અંગે ચર્ચા થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે