Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. તેમ છતાં ત્રણેય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવાનું ચાલું છે. AIMIMના પૂર્વ શહેર પ્રમુખ શમસાદ પઠાણે મોટો આરોપ લગાવતા જણાવ્યું છે કે સાબીર કાબલીવાલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કરે છે. કાબલીવાલા સીઆર પાટીલ સાથે દિવસમાં ત્રણ વાર વાત કરે છે. સાબીર કાબલીવાલા તેમની કોલ ડીટેલ જાહેર કરે. કાબલીવાલાએ એક પણ સભામાં ભાજપ વિરૂદ્ધ નિવેદન આપ્યું નથી. AIMIM ઉમેદવારોની પંસદગી એવી રીતે કરે છે કે પોતે હારે બીજાને હરાવે. આ સંદર્ભે 10થી વધારે લોકોએ સાબીર કાબલીવાલા વિરૂદ્ધ ફરિયાદ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIMIMના પુર્વ શહેર અધ્યક્ષ શમસાદ પઠાણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો છે. એઆઈએમઆઈએમ અને ભાજપના મેળાપી પણા અંગે ખુલાસો કર્યો. શમશાદ પઠાણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપે અનેક પક્ષને ગુજરાતમાં ચુંટણી લડવા બોલાવ્યા છે. અનેક અપક્ષને મેદાને ઉતાર્યા છે. 



AIMIMના કે આર કોષ્ટીએ પાર્ટી અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હું એક વર્ષ અગાઉ પાર્ટીમાં જોડાયો હતો. હું ચુંટણી લડવાનો નથી એવુ અગાઉ જાહેર કરી દીધું હતું. 2021માં જ્યારે પાર્ટી આવી ત્યારે લોકોનો સારો રીસ્પોન્સ હતો. વિધાનસભાના ઇલેક્શન અગાઉ મેં સાબિર કાબલીવાલાને સંગઠન અંગે વાત કરી હતી. બુથ મેમ્બરશીપ ડ્રાઇવ કરાવી ન હતી. પ્રભારી સાબિર કાબલીવાળાને પ્રોટેકટ કરતા રહ્યા. 10 થી વધારે લોકોએ સાબિર કાબલીવાલા વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.


તેમણે ઉમેર્યું હતું કે, ઉમેદવારોની પસંદગી એવી રીતે પસંદ કરવામાં આવી કે તે હારે અને બીજાને પણ હરાવે. સાબિર કાબલીવાલાનો બીજેપી પ્રત્યે સોફ્ટ કોર્નર છે. તેમણે એક પણ સભામાં ભાજપ વિરૂધ્ધ પ્રવચન કર્યુ નથી. સાબીર કાબલીવાલા સી આર પાટીલ સાથે દિવસમાં ત્રણ વાર વાત કરે છે. સાબીરભાઇ તેમની કોલ ડીટેલ જાહેર કરે. જે ઓછા માર્જીનથી ભાજપ હારી છે ત્યાં ઉમેદવાર ઉતારી કોંગ્રેસને હરાવવનો પ્રયાસ થઈ રહ્યો છે. અસદઉદ્દીન ઓવૈસી ફક્ત જમાલપુર ખાડિયામાં જ કેમ આટલો પ્રચાર કરી રહ્યાં છે. 


તેમણે વધુમાં જણાવ્યું કે, બીજી બેઠક ઉપર કમજોર અને નબળા ઉમેદવાર કેમ આપવામાં આવ્યા. AIMIM થકી મુસ્લિમ વોટરોનો સોદો થાય એવી શક્યતા છે. ગુજરાતના મુસ્લિમ સમજી વિચારીને મતદાન કરે.