પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ માંથી પાસ દ્વારા સદભાવના યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે પાટણના મોતીસા વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરેથી સદભાવના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જેમાં મુસ્લિમ બિરાદરો એ શાંતિ નું પ્રતિક એવા કબુતર ઉડાવી રથ નું પ્રસ્થાન કરાવ્યું હતું . તો આ સદભાવના યાત્રામાં કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાયા છે. હજારોની સંખ્યામાં પાટીદારો પદયાત્રામાં જોડાઈ ચુક્યા છે. આ પદયાત્રા પાટણથી નીકળી ઉમિયાધામ ઉંઝા ખાતે પહોચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"181866","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sadbhavna-yatra","field_file_image_title_text[und][0][value]":"Sadbhavna-yatra"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sadbhavna-yatra","field_file_image_title_text[und][0][value]":"Sadbhavna-yatra"}},"link_text":false,"attributes":{"alt":"Sadbhavna-yatra","title":"Sadbhavna-yatra","class":"media-element file-default","data-delta":"1"}}]]


સરકારની સદબુદ્ધિ માટે સદભાવના
હાર્દિકના આમરણાંત ઉપવાસથી તેની તબિયત સારી થાય અને સરકાર ને સદબુદ્ધિ આવે તેવા હેતુથી પાસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો આ સદભાવના યાત્રામાં ઉંઝાના ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલ પણ જોડાયા છે હાર્દિકના ઉપવાસ અંદોલનને લઈ સરકાર પર પ્રહાર કાર્ય હતા. તેઓ એ જણાવ્યું કે આ સરકાર સંવેદન હીન સરકાર છે, સરમુખત્યાર સરકાર છે, સરકારને જો સરકાર માનવતા વાદી હોત તો ચોક્કસ ખેડૂત ના પ્રશ્ન અંગે અંદોલન કારીઓ સાથે વાટાઘાટો કરી હોત જો કે માં ઉમિયા અને માં ખોડલ સરકાર ને સદબુદ્ધિ આપે તે માટે સદભાવના યાત્રાનું આયોજન કર્યું છે. 90 જેટલા ગામડાઓમાં આ યત્રા ફરશે. મોટી સંખ્યામાં પાટીદારો આ યાત્રામાં જોડાઇ રહ્યા છે.