રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર હનુમાનજી ખાતે રાજ્યમાં પ્રથમ વખત યોજાનાર સહસ્ત્ર કળશ મહોત્સવ અભિષેકનો જળ યાત્રા સાથે પ્રારંભ કરાયો હતો. ગજરાજ અને જળ યાત્રા સાથે કરવામાં આવી નગરયાત્રા. ઢોલના તાલ સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા સંતો અને હરિભક્તો પણ મોટા પ્રમાણમાં જોડાયા હતા. સ્થાનિકો અને આગેવાનો પણ જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં દુષ્કાળ નહી પડે: મુરઝાઇ રહેલા ગુજરાત માટે સારા સમાચાર, ધોધમાર વરસાદ થશે


ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ યોજાશે. તારીખ 27, 28 અને 29 ઓગષ્ટ એમ ત્રણ દિવસના આ મહોત્સવનો આજે પ્રથમ દિવસ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. નારાયણ કુંડ ખાતે 1000 મહિલાઓ દ્વારા ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં અંબાડી સાથેના ગજરાજ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું તો ઢોલના તાલનો હાજર લોકોએ પણ ખૂબ આનંદ માણ્યો હતો. 


ભાજપની પ્રથમ પેપરલેસ કારોબારી કેવડિયામાં યોજાશે, SOU ના સાનિધ્યમાં ભાજપનું મિશન 2022 માટે મંથન


સહસ્ત્ર કળશ અભષેક મહોત્સવ  કરવા પાછળ એવું માનવામાં આવે છે કે હનુમાનજી દાદા ની સ્થાપના બાદ અત્યાર સુધી માં જો ભૂલ થી પણ કોઈ દોષ થયો હોય તો તે આ અભિષેક થી દુર થાય તેમજ દાદા નું જે શોર્ય છે તેમાં વધારો થાય.તેવા ભાવ સાથે ત્રણ દિવસ ના આ મહોત્સવ ના પ્રથમ દિવસે ભવ્ય કળશ યાત્રા બાદ આવતીકાલ 25 બ્રાહ્મણ દ્વારા 10 કુંડી યજ્ઞ નું વૈદિક મંત્રો દ્વારા પ્રારંભ કરવામાં આવશે. તેમજ ત્રીજા અને અંતિમ દિવસે પંચમુખી હનુમાનજી દાદા ની મૂર્તિ પર સતત 12 કલાક સુધી મહા અભિષેક બાદ બીડું હોમી યજ્ઞ પૂર્ણ જાહેર કરવામાં આવશે. એમ શ્રવણ માસ ના પવિત્ર મહિના માં ત્રણ દિવસ ભવ્ય કળશ મહોત્સવ માં દર્શન  નો મોટી સંખ્યા માં લોકો લેશે લાભ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube