અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાને કારણે અટકી પડેલી ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન ફરી એકવાર શરૂ થવાની છે. વડોદરાના ક્રિકેટ મેદાનમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની કેટલીક T20 મેચ રમાશે. સૈયદ મુસ્તાક અલી T20 સિરીઝની કવાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ તેમજ ફાઇનલ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય તેવી પૂરી શક્યતા છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન મોટેરા સ્ટેડિયમમાં સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફીની કવાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ તેમજ ફાઇનલ રમાય તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટેરા સ્ટેડિયમમાં નવી પીચ બનેલી હોવાથી ભારત અને ઈંગલેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીએ રમાનારી આંતરરાષ્ટ્રીય પિંક બોલ ટેસ્ટ પહેલા ICC ના નિયમો મુજબ ડોમેસ્ટિક મેચ મોટેરા મેદાનમાં રમાયેલી હોવી જોઈએ. ICC ની શરતોની પૂરતી માટે સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફીની અંતિમ મહત્વપૂર્ણ મેચ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને મળે તેવી પ્રબળ શક્યતા છે. 26 અને 27 જાન્યુઆરીએ 4 કવાર્ટર ફાઇનલ, તેમજ 29 જાન્યુઆરીએ સેમી ફાઇનલ મેચ મોટેરા સ્ટેડિયમમાં રમાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફીની ફાઇનલ મેચ 31 જાન્યુઆરીએ મોટેરા ક્રિકેટ મેદાનમાં રમાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.  


10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફીની મેચ શરૂ થશે. 6 ઝોનમાં સૈયદ મુસ્તાક અલી T20ની મેચો રમાશે, જેમાં બરોડાના ક્રિકેટ મેદાનનો સમાવેશ કરાયો છે. બરોડાના મેદાન સિવાય ટ્રોફીની મેચો બેંગ્લોર, કોલકાતા, ઈન્દોર તેમજ મુંબઈમાં પણ રમાશે. આ ટ્રોફીમાં રમનાર તમામ ખેલાડીઓ તેમજ સ્પોર્ટિંગ સ્ટાફના અગાઉ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. 2, 4 અને 6 જાન્યુઆરીએ તમામના કોરોના ટેસ્ટ કરાશે.