અતુલ તિવારી, અમદાવાદ: બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ તૂલ પકડી રહ્યો છે. ત્યારે આ મામલે દિલ્હીના દ્વારકા ઈસ્કોન મંદિરના વાઈસ પ્રેસિડેન્ટ અને  સ્પિરિચ્યૂઅલ મોટિવેશન સ્પીકર અમોઘ લીલા પ્રભુ જે હાલ અમદાવાદમાં છે તેમણે મોટું નિવેદન આપ્યું છે. આ સમગ્ર મામલે તેમણે ઝી24કલાક સાથે  ખુલીને વાતચીત કરી. આ ઉપરાંત ડ્રગ્સ તરફ વધી રહેલા યુવાનોને પણ અમોઘ લીલા પ્રભુએ ચેતવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું સનાતન ધર્મ વિશે
દ્વારકા ઈસ્કોન મંદિરના વાઈસ પ્રેસિડેન્ટ અને  સ્પિરિચ્યૂઅલ મોટિવેશન સ્પીકર અમોઘ લીલા પ્રભુએ સનાતન ધર્મ વિશે વાત કરતા કહ્યું કે સનાતન ધર્મનો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ડંકો વાગી રહ્યો છે. G20 ના માધ્યમથી દેશ વિશ્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ઋષિ સુનક સનાતનમાં માનનારા છે, યુએસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વિવેક રામાસ્વામી ઉમેદવાર છે. પીએમ મોદીનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે, સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો આગળ વધી રહ્યા છે. સનાતન ધર્મ તમામને જીવવાનો અધિકાર આપે છે. સનાતન ધર્મના લોકો જ માત્ર દેશમાં રહે, અન્ય ધર્મના લોકો અન્ય દેશમાં જાય એવું પણ નથી, સૌ કોઈ પોતાના ધર્મ સાથે રહી શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube