રઘુવીર મકવાણા, બોટાદઃ સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175માં શતાબ્દી મહોત્સવમાં સુરતના હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ અપર્ણ કરવામા આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175માં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આજથી મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે. કથામાં ખુબજ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર જોવા મળી રહ્યો છે. ત્યારે હનુમાનજી દાદાના આ મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને  અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરતના એક હરિ ભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સંતોને અપર્ણ કરવામા આવ્યો હતો.


આ પણ વાંચોઃ વિશ્વકપ ફાઈનલ રમવા ટીમ ઈન્ડિયાનું અમદાવાદમાં આગમન, આ હોટલમાં કરશે રોકાણ


હનુમાન દાદાને  સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. જે સુરતના ઉધોગપતિ ઘનશ્યામભાઈ ભંડેરી દ્વારા અર્પણ કરાયો છે. જે મુગટ સુરતમાં બનેલ છે અને મુગટ અને કુંડળ 1 કિલો સોનામાંથી બનાવાયો છે. આ મુગટમાં ગદા, કળા કરતાં
બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે.


તો મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરાઇ છે. એટલું જ નહીં મુગટ અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાંઆવ્યા છે. તો કુલ 375 કેરેટ ડાયમંડજડિત મુગટ અને કુંડળ ની ડિઝાઈન કરતાં એક મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube