World Cup 2023: વિશ્વકપ ફાઈનલ રમવા ટીમ ઈન્ડિયાનું અમદાવાદમાં આગમન, આ હોટલમાં કરશે રોકાણ

World Cup 2023: 19 નવેમ્બર સુધી હવે અમદાવાદ ચર્ચામાં રહેવાનું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2023ની ફાઈનલ રમાવાની છે. આ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ એન્ટ્રી કરી લીધી છે. 

World Cup 2023: વિશ્વકપ ફાઈનલ રમવા ટીમ ઈન્ડિયાનું અમદાવાદમાં આગમન, આ હોટલમાં કરશે રોકાણ

અમદાવાદઃ ટીમ ઈન્ડિયા આઈસીસી વિશ્વકપ-2023ની ચેમ્પિયન બનવાથી માત્ર એક ડગલું દૂર છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં સતત 10 જીત મેળવી છે. હવે ભારતીય ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમવા ઉતરશે. ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી સેમીફાઈનલના વિજેતા સામે થશે. વિશ્વકપ ફાઈનલને લઈને ટીમ ઈન્ડિયા અમદાવાદ આવી પહોંચી છે. ટીમ ઈન્ડિયા અમદાવાદમાં આઈટીસી નર્મદા હોટલમાં રોકાણ કરશે. 

ભારતીય ટીમ અમદાવાદ પહોંચી
ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી ચુકી છે. ભારતે ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા સૌથી મોટી અને મહત્વની મેચ માટે અમદાવાદ પહોંચી ચુકી છે. વિશ્વકપ 2023માં ભારતીય ટીમ અમદાવાદમાં એક મેચ રમી ચુકી છે, જેમાં ટીમે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. હવે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા રવિવારે ઈતિહાસ રચવા ઉતરશે. 

ભારતીય ટીમ આવતીકાલે કરશે નેટ પ્રેક્ટિસ
ભારતીય ટીમ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ સતત 10 જીત મેળવી સેમીફાઈનલમાં  દબદબાભેર પ્રવેશ કર્યો છે. વિરાટ કોહલી બેટથી ધમાકો મચાવી રહ્યો છે અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. ભારતીય ટીમ અમદાવાદમાં આવતીકાલે નેટ પ્રેક્ટિસ કરશે. ટીમ બપોરે 2 કલાકથી સાંજે 5 કલાક સુધી પ્રેક્ટિસ કરશે. આ ઓપ્શનલ પ્રેક્ટિસ છે, એટલે કે જે ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા ઈચ્છે તે કરી શકે છે. 

અમદાવાદમાં હોટલોના ભાડામાં વધારો
પહેલાં વાત કરીએ હોટલોની તો ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ અમદાવાદમાં હોવાથી હાલ અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે.  ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એશોશીએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના કારણે હોટલના ભાડામાં ધરખમ વધારો થયો છે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલને પગલે હાલ અમદાવાદની હોટલોના એક દિવસના ભાડા 50 હજારને પાર પહોંચી ગયા છે....જે રૂમનું ભાડુ સામાન્ય દિવસોમાં 4 થી 5 હજાર રૂપિયા હતું લોકો એ રૂમ 50 હજાર રૂપિયા આપીને પણ બુક કરાવી રહ્યાં છે. જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદમાં એવી પણ કેટલીક હોટલો છે જેમાં એક રાત રોકાવવાનું એક રૂમનું ભાડું એક લાખ રૂપિયા કરતા પણ વધારે છે. વર્લ્ડ કપ ફાઈનલના કારણે આવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ITC WELCOMEનું ભાડુ 1 લાખ રૂપિયા...હોટેલ વિવાન્તાના  90 હજાર રૂપિયા...કોટયાર્ડ મેરીયોટના  60 હજાર રૂપિયા....રેનીસન્સ 55 હજાર રૂપિા...હોટલ હિલ્લોક 63 હજાર રૂપિયા...  

ફ્લાઇટના ભાડામાં પણ મોટો વધારો
મુંબઈ-અમદાવાદની ફ્લાઈટનું ભાડું 28 હજાર રૂપિયા થઈ ગયું છે.  સામાન્ય દિવસોમાં 3 હજારની આસપાસ જે ભાડુ હોય છે હાલ એનો ભાવ 30 હજાર રૂપિયા થઈ ગયો છે. આર.કે.વેકેશનના ડીરેક્ટર પ્રણવ પટેલે જણાવ્યું હતુંકે, ક્રિકેટ મેચની ફાઈનલ અમદાવાદમાં હોવાથી એરફેરમાં પણ ધરખમ વધારો થયો છે. એના કારણે ભાડામાં પણ ધરખમ વધારો થયો છે. વર્લ્ડ કપ ફાઇનલને લઇ અમદાવાદ આવતી  ફ્લાઇટના એર ફેરમાં ધરખમ વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news