ગુજરાતની ચોથી નગરપાલિકા બની કંગાળ, સલાયામાં બિલ ન ભરતા વીજ જોડાણ કાપી નાંખ્યું
Salaya Nagarpalika : દ્વારકાની સલાયા નગરપાલિકાએ 45 લાખનું બિલ ના ભરતા વોટર વર્કસ શાખાનું વીજ કનેક્શ કપાયું...લાઈટ ના હોવાથી ત્રણ દિવસથી સલાયાના 45 હજાર લોકોને નથી મળતું પાણી...
Salaya Nagarpalika દ્વારકા : રાજ્યની વધુ એક નગરપાલિકાએ દેવાળુ ફૂંક્યુ છે. દ્વારકાની સલાયા નગરપાલિકા પણ ફડચામાં જતા વીજ બિલ ભરી ન શકી. લાઈટ બિલ ન ભરી શક્તા PGVCLએ સલાયા નગરપાલિકાની વીજળી કાપી નાંખી. જેની સીધી અસર સલાયાના 45 હજાર નાગરિકો પર પડી છે. આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે. નાગરિકો સમયસર ટેક્સ ભરે છે, બિલ ભરે છે, ત્યારે નગરપાલિકા કેવી રીતે દેવાળું ફૂંકી શકે. 45 હજારની વસતીવાળુ સલાયા પાણી વગર પરેશાન બન્યુ છે. 45 લાખનું બાકી બીલ ન ભરતા PGVCL આકરા પાણીએ આવ્યું છે. વારંવાર નોટિસ આપી છતાં સલાયા નગરપાલિકાએ બિલ ન ભર્યું. ત્યારે પાલિકાના સત્તાધિશોનો ગેરવહીવટ ચરિતાર્થ થયો છે. પાલિકાએ નક્કી કરેલો ટેક્સ ભરીને પણ પ્રજા પીડાઈ રહી છે. સલાયા નગરપાલિકા કેબિનેટ મંત્રીના મત વિસ્તારની પાલિકા છે. ત્યારે કેબિનેટ મંત્રી વિસ્તારમાં જ દીવા તળે અંધારુ જેવો ઘાટ સર્જાયો છે.
વીજ વિભાગે સલાયા નગર પાલિકા વોટર વર્કસ શાખાનું વીજ જોડાણ કાપી નાંખ્યુ છે. સલાયા નગરપાલિકાનું 45 લાખ જેટલું વીજ બિલ બાકી હોઈ પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી વિતરણ બંધ કરાયુ છે. નગર પાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કટ થઈ જતાં સલાયા વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાયું છે. છેલ્લા ત્રણ દિવસ થયા, નગરપાલિકામાં પાણી વિતરણ બંધ છે. વોટર વર્કસના પાણીના સંપમાં પાણી હોવા છતાં લાઈટના અભાવે પાણી વિતરણ બંધ છે. 45 હજારની વસ્તી ધરાવતું સલાયા ગામ પાણી વગર પરેશાન થઈ ગયું છે. પાણી વિતરણ ખોરવાતા જીવન જરૂરિયાત પ્રભાવિત થયું છે. સલાયાના લોકોને પાલિકાના સત્તાધીશોએ તરસ્યે માર્યા છે.
આ પણ વાંચો :
ગુજરાતીઓ બાયોડેટા તૈયાર રાખજો, સરકારી નોકરીનો આ ગોલ્ડન ચાન્સ ગુમાવશો નહિ
ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, સરકાર લઈ રહી છે આ નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની અનેક નગરપાલિકાઓ ફડચામાં ગઈ છે. જસદણ, મહેમદાબાદ અને ખેડા બાદ ચોથી નગરપાલિકામાં વીજ વિભાગે આકરા તેવર બતાવ્યા નથી. લોકો સમયસર વેરા ભરવા છતાં, નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના રૂપિયા નથી. નગરપાલિકાનો વહીવટ અંધેર નગરી જેવો બન્યો છે.
અમદાવાદની શાળામાંથી વિદ્યાર્થી ગુમ, બહાર નીકળતા તો દેખાયો, પણ ઘરે ન પહોંચ્યો
ગુરૂવારે રાજ્યની તમામ નગરપાલિકાઓના પદાધિકારી અને ચીફ ઓફિસર્સની સિટી લિડર્સ કોન્કલેવ મળી હતી. જેમાં ૧૫૦ શહેરી સંસ્થાની આર્થિક વિકાસનું પ્રેઝન્ટેશન કરાયું હતું. હાલમાં ૧૫૭ નગરપાલિકાઓને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાણી પુરૂ પાડે છે. વોટર ચાર્જિસ પેટે સરકારના આ બોર્ડને રૂપિયા ૬૧૦ કરોડ લેવાના બાકી નીકળે છે. જ્યારે સ્ટ્રીટ લાઈટ સહિત વીજ વપરાશ પેટે રૂપિયા ૫૫૦ કરોડનું બીલ વિવિધ ઉર્જા કંપનીઓને લેવાનું થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો અને તેને ફાઈનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે. રાજ્યના નગરો-મહાનગરોમાં થતાં વિકાસ કામોમાં ગતિ લાવવા મુખ્યમંત્રીએ કુનેહપૂર્ણ અભિગમ દાખવી આ આગવો નિર્ણય કર્યો છે. વિકાસકામો માટે નગરપાલિકાને ફાળવાતી ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાં પ્રાદેશિક કમિશ્નરની અધ્યક્ષતાની સમિતિ પાસે ફાઈનાન્શિયલ પાવર હોવાથી ક્યારેક સ્થાનીક સ્તરે વિકાસકામો માટે નાણાં ફાળવણીમાં વિલંબ પણ થતો હોવાની રજુઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી હતી.
આ પણ વાંચો : આ પાટીદાર દિગ્ગજો ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા, ટ્રસ્ટીઓના નામનું આ રહ્યું આખું લિસ્ટ