ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, સરકાર લઈ રહી છે આ નિર્ણય
Property Rate In Gujarat : જંત્રીના દરોમાં 15 થી 25 ટકા સુધીનો વધારો થઇ શકે છે. આ પગલાંથી સરકારને વધારાની આવક થશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાંતો, બિલ્ડરો, ડેવલપર્સ અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા વિના દરોની જાહેરાત થશે નહીં
Trending Photos
Property Rate In Gujarat : ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની ભવ્ય જીત બાદ સરકાર પોતાની આવક વધારવા માટે 11 વર્ષ પછી જંત્રીના નવા દર અમલમાં લાવી શકે છે. આ મામલે સત્તાવાર કવાયત શરૂ કરાઈ છે. સરકાર જંત્રીના દર સુધારશે, ચાલુ મહિનાથી સર્વેની કામગીરી શરૂ કરાય તેવી સંભાવના છે. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્વારા જંત્રી સર્વે પૂર્વે કલેક્ટરોને જિલ્લામાં સ્ટેક હોલ્ડર્સ સાથે મીટિંગ કરીને રજૂઆતો મેળવવા સૂચના અપાઈ છે. રાજ્ય સરકારે જાન્યુઆરી-૨૦૨૩માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે તમામ જિલ્લા ક્લેક્ટરોને જિલ્લાના સ્ટેક હોલ્ડર્સ સાથે મીટિંગ યોજીને તેમના સૂચનો મેળવવા મહેસૂલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે, સરકારની આ કવાયત બાદ ૧૧ વર્ષ પછી નવી જંત્રીઅમલમાં આવી રહી હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. બિલ્ડરો આ મામલે વિરોધ પણ કરી રહ્યાં છે કારણ કે અફોર્ડેબલ મકાન બનાવવા મુશ્કેલ બની જશે. જંત્રી વધી તો ગુજરાતમાં જમીન અને ફ્લેટોના ભાવ આપોઆપ ઉંચકાઈ જશે અને કોમનમેન માટે ઘરનું ઘર વધારે દોહ્યલું બની શકે છે.
જંત્રી સર્વેની કામગીરી પૂર્વ જિલ્લા ક્લેક્ટરોને જિલ્લાના સ્ટે. સ્પેમ્પ અને અધિકારીઓ સાથે મીટિંગ યોજીને તેમના સુચનો રજૂઆત મેળવવા જણાવાયું છે. બાદમાં આ અંગેનો ક્લેક્ટરના અભિપ્રાય વિભાગમાં મોકલી આપવા માટે જણાવાયું છે. આગામી બજેટ સત્ર દરમિયાન આ જાહેરાત કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં ભાજપની વિજય રૃપાણીની સરકારે પણ 2019માં જંત્રીના દરોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાજકીય દબાણને કારણે તેઓ નિર્ણય લઇ શક્યા ન હતા. એ સમયે મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સહિત સબંધિત વિભાગોના અધિકારીઓએ 2011ની જંત્રીના દરોમાં 20 થી 40 ટકા સુધીનો વધારો સૂચવ્યો હતો. જો કે આ દરો માટે બનાવવામાં આવેલા ડ્રાફ્ટને લાગુ કરી શકાયો નથી.
આ પણ વાંચો :
મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ-૨૦૧૧માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. જો કે તે ભાવ ખૂબ ઉંચા હોવાથી વિરોધ થતા અને સરકારમાં રજૂઆત કરતા તેને ધ્યાનમાં લઇને ૧૮-૪-૨૦૧૧માં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જે હાલ અમલમાં છે. મહેસૂલના ઠરાવ મુજ્બ જંત્રી રિવિઝનની કાર્યવાહી દર વર્ષે હાથ ધરીને દર વર્ષે નવી જંત્રી બહાર પાડવાનું નક્કી કરાયેલું છે. જો કે લાંબા સમયે વિવિધ કારણસર જમીન-મકાનના ભાવમાં વધારો થવાથી સામાન્ય નાગરિકોને બોજો ન આવે અને રાજકીય લાભાલાભ જોઇને ૧૧ વર્ષથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.જાન્યુઆરી-૨૦૧૩માં જ જંત્રી સર્વેની અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી.
આ પણ વાંચો :
સૂત્રોએ જણાવ્યું હતું કે જંત્રીના દરોમાં 15 થી 25 ટકા સુધીનો વધારો થઇ શકે છે. આ પગલાંથી સરકારને વધારાની આવક થશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાંતો, બિલ્ડરો, ડેવલપર્સ અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા વિના દરોની જાહેરાત થશે નહીં. આ સાથે સરકાર એવું ઇચ્છી રહી છે કે પ્રોપર્ટીની કિંમતમાં અસહ્ય વધારો થાય નહીં અને ખરીદનારા ગ્રાહકો પર બોજ પડે નહીં તેનું ધ્યાન રખાશે.
જંત્રીના દર સુધારવાની કવાયત પાછળના કારણમાં સરકારની આવકમાં વધારો કરવાનું કારણ મુખ્ય છે. તે સાથે ૧૧ વર્ષ જૂના દર અને હાલના બજાર ભાવમાં મોટો ફરક હોવાથી અનેક મુશ્કેલીઓ સર્જાય છે અને સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ભારે નુકસાન થઇ રહ્યું છે. રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન, નેશનલ હાઈવે સહિતના મોટા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરવા સમયે બીનખેતીના કામમાં ખેતીની જમીન ખરીદાય તો ખેડૂતોને જંત્રીના દર નીચા હોવાથી નુકસાન પણ જતું હોય છે. ગુજરાતમાં આ મુદ્દે અનેક પ્રશ્નો સર્જાયેલા છે. જોકે, જંત્રીના દર સુધર્યા તો કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં મોટી તેજી આવી શકે તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે