ગુજરાતના આ શહેરમાં ગણેશજીની મૂર્તિ ખરીદવા ભીડ જામી! જાણો આ વખતે કેવી મૂર્તિઓનો છે ટ્રેન્ડ
ભારતભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં આ ઉત્સવનું અનેરું મહત્વ જોવા મળે છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ લોકો ગણેશોત્સવને શ્રધ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરી રહ્યા છે.
નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં ગણેશ મહોત્સવનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે આ વર્ષે શહેરમાં અનેક સ્થળો પર ઉત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના પગલે શહેરમાં અત્યારથી જ ગણપતિની મૂર્તિનું વેચાણ શરૂ થઈ ગયું છે. POPની મૂર્તિ દ્વારા ફેલાઈ રહેલા પ્રદૂષણના પગલે સરકાર દ્વારા ઉત્સવ દરમ્યાન ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાપરવાના આગ્રહના કારણે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની માંગ વધી ગઈ છે.
હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો વચ્ચે RSSની એન્ટ્રી; રામ માધવે સાધુ સંતો સાથે મુલાકાત
ભારતભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં આ ઉત્સવનું અનેરું મહત્વ જોવા મળે છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ લોકો ગણેશોત્સવને શ્રધ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરી રહ્યા છે. શહેરમાં અનેક સ્થળો પર જાહેર પંડાલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. જ્યાં લોકો દર્શન આરતીનો લાહવો લઈ ધન્યતા નો અનુભવ કરે છે. તો બીજી બાજુ લોકો ઘરે ઘરે ગણેશ સ્થાપન કરી ઉત્સવની પરિવાર સાથે ઉજવણી કરતા હોય છે. જેમાં 3 દિવસથી લઈને 11 દિવસ સુધી લોકો યથાશક્તિ ગણપતિ સ્થાપન કર્યા બાદ દરિયામાં વિસર્જન કરતા હોય છે.
ગુજરાતીઓ આનંદો! મહિનાના વિરામ બાદ હવે મેઘો આવશે મૂડમાં! જાણો ક્યારે ક્યા પડશે ધોધમાર
અગાઉ POP ની મૂર્તિનું લોકો સ્થાપન કરતા હતા જેના કારણે વિસર્જન કર્યા બાદ ઘણા લાંબા સમય સુધી દરિયામાં ઓગળ્યા વગર પડી રહેતી મૂર્તિઓના કારણે દરિયામાં પ્રદૂષણ નું પ્રમાણ પણ વધી જતાં જલસૃષ્ટીને માઠી અસર પહોંચે છે. સાથે ખરાબ દુર્દશા થતાં લોકોની આસ્થાને પણ ઠેસ પહોચતી હતી, જેના કારણે માટી માથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશનું સ્થાપન કરવાથી વિસર્જન સમયે તરત ઓગળી જવાના કારણે પર્યાવરણને પણ ખૂબ ઓછું નુકશાન થતું હોય છે. જે વાતને ધ્યાને રાખી સરકાર દ્વારા ઉત્સવની ઉજવણી કરવા માટે લોકોને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાપરવા આગ્રહ કરવામાં આવી રહ્યો છે.
દાદાના હાથે ગાંઠિયા ખાતા મગરનો આ વીડિયો છે ગુજરાતનો, એક ગામમાં રોજ બને છે આ ઘટના
ત્યારે અત્યારથી જ લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું બુકીંગ કરાવી રહયા છે. ત્યારે ભાવનગરમા પણ ગણેશ મૂર્તિ વહેંચનારા કારીગરો કલકતાથી ગણપતિની મૂર્તિ અહીં લાવીને તેને કલર કરવા તેમજ અન્ય ડેકોરેશન કરવાના કામમા લાગી ગયા છે. જેમાં ખાસ કરીને લોકો સાફાવાળા ગણપતિ, બોર્ડર વાળા અને કપડાંથી શણગારેલ ગણપતિની મૂર્તિઓની ખરીદી પર ભાર મૂકી રહ્યા છે.
ONGC Bharti: ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ માટે નોકરીની ભરમાર, જાણો દરેક વિગત
ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટી માંથી બનતી હોય POP ની મૂર્તિ કરતા થોડી મોંઘી પડે છે. તેમ છતાં લોકો પર્યાવરણને ધ્યાને રાખીને મૂર્તિનું બુકિંગ કરાવી રહ્યા છે. હાલ મોંઘવારીની અસરના કારણે ભાવમાં 15ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ઉત્સવપ્રિય લોકો 300 થી 15 હજાર સુધીની મૂર્તિઓનું બુકિંગ કરાવી રહ્યા છે.
આ વર્ષે જન્માષ્ટમીએ દ્વારકા મંદિરમાં આ લ્હાવો લેવાનું ન ચૂકતા, સવારે 8 વાગે થશે ખાસ