દાદાના હાથથી ગાંઠિયા ખાતા મગરનો આ વીડિયો છે ગુજરાતનો, જીવા કાકાને જોઈ સડસડાટ દોડી આવે છે શીતલ

crocodile video viral : આ વીડિયો જૂનો છે. જે હાલ વાયરલ થઈ રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળના સવની ગામ નજીક માતાજી મંદિરના મહંત જીવા ભગત દ્વારા મગરને પોતાના હાથેથી ખોરાક આપવામાં આવે છે

દાદાના હાથથી ગાંઠિયા ખાતા મગરનો આ વીડિયો છે ગુજરાતનો, જીવા કાકાને જોઈ સડસડાટ દોડી આવે છે શીતલ

Gir Somnath News : મગર હિંસક પ્રાણી છે, તેની નજીક જવાની પણ કોઈ હિંમત ન કરે. આવામાં એક વૃદ્ધ દાદાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયો છે. જેમાં તેમની એક હાક પર મગર પાણીમાંથી સડસડાટ દોડતો આવે છે. એટલુ જ નહિ, આ દાદા મગરની સાવ નજીક જઈને તેને ગાઠિયા જેવું કંઈક ખવડાવે છે. મગર પણ જાણે ભૂખ્યો હોય તેમ શાંતિથી હુમલો કર્યા વગર ખાવાનું ખાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, મગર પાસે ધાડકથી જવાની હિંમત કરતા આ ગુજરાતી દાદા છે અને આ ઘટના ગુજરાતની જ છે.

તમને જણાવી દઈ કે, આ વીડિયો જૂનો છે. જે હાલ વાયરલ થઈ રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળના સવની ગામ નજીક માતાજી મંદિરના મહંત જીવા ભગત દ્વારા મગરને પોતાના હાથેથી ખોરાક આપવામાં આવે છે. વેરાવળ નજીકના સવની ગામ પાસે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર અનેક લોકોની શ્રદ્ધાનું પ્રતિક છે. જ્યા મંદિરના મહંત દ્વારા રોજ નદીમાં રહેલા મગરને ગાઠિયા આપવામાં આવે છે. 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નદી કિનારે બેસીને દાદા નદી તરફ શીતલ... શીતલ... કરીને બૂમો પાડે છે. ત્યાં જ એક વિશાળ મગર નદીમાં તરતો આવી ચઢે છે. વૃદ્ધ પૂજારીના હાથથી નદીમાં મગર માટે ગાંઠિયા નાંખે છે. મગર બહુ જ શાંતિથી આ ગાંઠિયા ખાય છે. તો ક્યારેય આ દાદા મગરને સેવ મમરા પણ ખવડાવે છે. આ દાદાનું નામ જીવા ભગત છે. આ તેમનો નિત્યક્રમ છે. 

જીવા ભગત વર્ષોથી મંદિરમાં પૂજા સેવાનું કામ કરે છે. તેઓ નિયમિત નદીમાં માછલીઓને ખોરાક આપે છે. જેમાં એકવાર આ મગર આવી ચઢ્યો હતો. બસ, ત્યારથી મગર પણ રોજ જીવા દાદાનો નાસ્તો કરવા આવી જાય છે.  જીવા ભગત પાછલા કેટલાક વર્ષથી મગરને ખોરાક આપી રહ્યા છે. 

જીવા દાદાએ મગરને શીતલ નામ આપ્યું છે. તેઓ બૂમ પાડે એટલે શીતલ ખાવાનું ખાવા આવી જાય. સામાન્ય રીતે મગરને હિંસક પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ અહીં સવની ખોડિયારમાં રહેતી શીતલ નામની મગરને જીવા ભગત સાથે આત્મીય સંબંધ બંધાઈ ગયો છે. પ્રેમ અને લાગણી ભલભલા હિંસક પ્રાણીને પણ આત્મીય બનાવી દે છે. તેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે. આ સાથે એટલું પણ નક્કી છે કે, જેમ જીવા ભગત મગરને બોલાવી પોતાના હાથે જમાડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news