SURAT માં જ્વેલર્સમાં નોકરી કરતા સેલ્સમેને શેઠને લોકડાઉનમાં એવા ડુબાડ્યાં કે હવે કિનારો જ નથી મળતો
જ્વેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતાં કર્મચારીએ એક વર્ષમાં 2.76 કરોડના સોનાના દાગીના વેચાણ માટે લઈ જઈ બારોબાર રૂપિયાની ઉઘરાણી કરી વિશ્વાસઘાત કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જવેલર્સ હરેશભાઈની ફરિયાદ બાદ DCB પોલીસે મુકેશને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં. જોકે પોલીસનું દબાણ વધતાં તે ખુદ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનું કેહવું છે કે, સુરતના મહિધરપુરા વિસ્તારમાં લક્ષ્મી નારાયણ જવેલર્સના માલિક હરેશભાઇ કરશનભાઇ ઝાલાવાડીયાએ અઢી વર્ષ પહેલાં તેમણે હોલસેલ જવેલરીનો વેપાર શરૂ કર્યો હતો. તેમને આ કામ માટે પોતાના 20 વર્ષ જુના સાથી કર્મચારી મુકેશ પોપટભાઇ મોદીને કામે રાખ્યો હતો.
તેજસ મોદી/સુરત : જ્વેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતાં કર્મચારીએ એક વર્ષમાં 2.76 કરોડના સોનાના દાગીના વેચાણ માટે લઈ જઈ બારોબાર રૂપિયાની ઉઘરાણી કરી વિશ્વાસઘાત કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જવેલર્સ હરેશભાઈની ફરિયાદ બાદ DCB પોલીસે મુકેશને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં. જોકે પોલીસનું દબાણ વધતાં તે ખુદ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનું કેહવું છે કે, સુરતના મહિધરપુરા વિસ્તારમાં લક્ષ્મી નારાયણ જવેલર્સના માલિક હરેશભાઇ કરશનભાઇ ઝાલાવાડીયાએ અઢી વર્ષ પહેલાં તેમણે હોલસેલ જવેલરીનો વેપાર શરૂ કર્યો હતો. તેમને આ કામ માટે પોતાના 20 વર્ષ જુના સાથી કર્મચારી મુકેશ પોપટભાઇ મોદીને કામે રાખ્યો હતો.
હળવદમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ, બુટવાડા ગામે વીજળી પડતા બે ગાયોનાં મોત
મુકેશે વર્ષ 2020 થી 2021 દરમિયાન સેલ્સમેન તરીકે સોનાના દાગીના વેંચાણ કરી આપવાનું કહી હરેશભાઈ પાસેથી અલગ-અલગ જ્વેલર્સના વેપારીઓ તેમજ ગ્રાહકોને સોનાના દાગીના આપવાના બહાને 18 કેરેટ ગોલ્ડમાં 6471.506 ગ્રામ સોનાના દાગીના કુલ કિંમત રૂપિયા 2,69,08,522, અને 24 કેરેટ ગોલ્ડમાં 148.410 ગ્રામ સોનાના દાગીના કુલ કિમત રૂપિયા 7,34,630 મળી આશરે કુલ રૂપિયા 2,76,43,151 સોનાના દાગીના લઈ ગયો હતો. આ દરમિયાન લોકડાઉન આવી જતા ઉઘરાણી થઈ શકી ન હતી. પરંતુ જૂન-જુલાઈમાં વેપાર ફરી શરૂ થતાં થોડી થોડી ઉઘરાણી કરી આપવા કહેવામાં આવ્યું હતું.
આત્મનિર્ભર બનેલ સુરતના કિન્નરને મળી મોટી ઓફર
બસ એ જ દિવસથી મુકેશ લગભગ આયોજિત પ્લાનિંગ મુજબ આજકાલ કહી સમય બગાડતો ગયો. જોકે મુકેશ બાદમાં અચાનક ગાયબ થઈ જતા આખરે હરેશભાઈએ પોલીસના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે. તેણે વેચેલા દાગીનાના ગ્રાહકો પણ ડમી હોવાનું લગભગ સામે આવ્યું છે. રુપિયાની ઉઘરાણીની વાત આવતી એટલે મુકેશ તેના ઓળખીતા 5-6 મિત્રો સાથે ફોન ઉપર પેમેન્ટ કરાવવા બાબતે વાતચીત કરાવતો હતો. જોકે એમાંના કોઈએ પણ દાગીના લીધા ન હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ હાઈવે પર ધાડ પાડતી ટોળકી ઝબ્બે, ટ્રકચાલકને બંધક બનાવી ચલાવી હતી લૂંટ
મુકેશ પોપટભાઇ મોદી નાસી જતા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા કેટલાક દિવસથી ક્રાઇમ બ્રાન્ચ તેને શોધી રહી હતી, ત્યારે પોલીસનું દબાણ વધતાં આખરે તેને પોલીસ સમક્ષ હાજર થવાનું મુનાસીબ માન્યું હતું. પોલીસે સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. મુકેશે પોતાના વતનની આસપાસ જ ફર્યા કરતો હોવાની કબૂલાત કરી હતી. હાલ તે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર છે, જ્યાં પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે, જેમાં તેને જે દાગીના લીધા હતાં તે ક્યાં અને કોને વેચ્યા તે અંગેની હકીકત કઢાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube