ગુજરાતમાંથી પકડાયા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા, પ્રખ્યાત મંદિરમાં છુપાયા હતા
Salman Khan House Firing : મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને આરોપીની કચ્છના પ્રખ્યાત માતાના મઢથી ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
Firing On Salman House: મુંબઈમાં બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સો આખરે સકંજામાં આવી ગયા છે. સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા બંને શખ્સો ગુજરાતથી પકડાયા છે. કચ્છના એક મંદિરમાં છૂપાયેલા બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, બે દિવસ પહેલા આરોપી વિક્કી અને સાગરે સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. જોકે ફાયરિંગની આ ઘટનાની જવાબદારી લોરેન્શ બિશ્નોઈ ગેંગે લીધી હતી. જે અનેકવાર સલમાન ખાનને મારવાની ધમકી આપી ચુક્યો છે. જેના ઈશારે જ બિહારના આ બે શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે. આરોપી વિક્કી અને સાગર ફાયરિંગ બાદ બાઈક એક ચર્ચ પાસે મુકીને ફરાર થઈ ગયા હતા. બંને આરોપીઓ ભાગીને કચ્છમાં આવ્યા હતા અને અહીં કચ્છના પ્રખ્યાત માતાના મઢમાં છૂપાયા હતા. આ અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે બંને શખ્સોને ઝડપી પાડ્યા છે. બંનેને મુંબઈ લઈ જઈને તપાસ કરાશે. આ બંને શખ્સોએ લોરેન્સના જ ઈશારે ફાયરિંગને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ કરાશે.
મુંબઈમાં બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર શખ્સો આખરે સકંજામાં આવી ગયા છે. સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા બંને શખ્સો ગુજરાતથી પકડાયા છે. કચ્છના એક મંદિરમાં છૂપાયેલા બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, બે દિવસ પહેલા આરોપી વિક્કી અને સાગરે સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. જોકે ફાયરિંગની આ ઘટનાની જવાબદારી લોરેન્શ બિશ્નોઈ ગેંગે લીધી હતી. જે અનેકવાર સલમાન ખાનને મારવાની ધમકી આપી ચુક્યો છે. જેના ઈશારે જ બિહારના આ બે શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે. આરોપી વિક્કી અને સાગર ફાયરિંગ બાદ બાઈક એક ચર્ચ પાસે મુકીને ફરાર થઈ ગયા હતા.. જેઓ ભાગીને કચ્છમાં આવ્યા હતા અને અહીં એક મંદિરમાં છૂપાયા હતા.
હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન
આ અંગે ચોક્કસ બાતમી મળતા પશ્ચિમ કચ્છ પોલીસ અને મુંબઈ ક્રાઈમબ્રાંચની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને બંનેને ઝડપી પાડ્યા હતા. હવે બંને આરોપીને હવાઈમાર્ગે મુંબઈ લઈ જવાઈ રહ્યા છે. થોડીવારમાં પોલીસ બંને આરોપીને લઈને મુંબઈ પહોંચશે.જ્યાં જીટી હોસ્પિટલમાં આરોપીઓની મેડિકલ તપાસ કરાશે. ત્યારબાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. જ્યાં મુંબઈ પોલીસે સમગ્ર કેસને લઈને સઘન તપાસ કરશે.
નોંધનીય છે કે, અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ અનેકવાર સલમાન ખાનને મારવાની ધમકી આપી ચુક્યો છે. 1998માં કાળિયાર શિકારની ઘટના બાદથી લોરેન્સ સલમાનને નિશાને લેવાનો પ્લાન કરી રહ્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે, લોરેન્સ બિશ્નોઈ અને ગેંગસ્ટર ગોલ્ડી બરાડના ઈશારે આ બંને શૂટર મુંબઈ પહોંચ્યા હતા અને સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું.
ઉત્તરમાં ગેની, સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બેન
[[{"fid":"544954","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kutch_firing_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"kutch_firing_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kutch_firing_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"kutch_firing_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"kutch_firing_zee.jpg","title":"kutch_firing_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરનાર વિકી સાહેબ સાહ અને સાગર યોગેન્દ્ર પાલ બંને ઝડપી પાડ્યા છે. એલસીબી અને અન્ય પોલીસ ટુકડીને મળેલી બાતમીનાં આધારે ઝડપી અને મુંબઈ પોલીસને વધુ તપાસ માટે તજવીજ હાથ ધરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી વિકી સાહેબ સાહ ગુપ્તાની ઉમર 24 વર્ષની છે. તે ગામ મસહી, થાણા ગોહના, તાલુકા નરકટિયા ગજ, જિલ્લો વેસ્ટ ચાંપાનેર, બિહારનો છે. તથા બીજો આરોપી સાગર યોગેન્દ્ર પાલની ઉંમર 21 વર્ષ છે. બંને યુવકો એક જ ગામના રહેવાસી છે.
ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાંચમાં પક્ષની એન્ટ્રી, હવે આપ બાદ ‘બાપ’ મેદાનમાં આવ્યું
આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના ડીઆઇજી મહેન્દ્ર બગડીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે સલમાન ખાન ના ઘર પર મુંબઇ મા ફાયરીંગ કરી બે શખ્સો નાસી આવી પશ્ચિમ કચ્છ મા માતા ના મઢ બાજુ છે એવી માહિતી મળતા પશ્ર્ચિમ કચ્છ જિલ્લા પોલીસ ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા અન્ય પોલીસ ટુકડી સાબદા થઈ બને આરોપી ને ઝડપી મુંબઈ પોલીસ ને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે.
રૂપાલા હટે તો રાજપૂતોનો વટ પડશે પણ ભાજપનો વટ પડી ભાંગશે! રૂપાલા આવતીકાલે ફોર્મ ભરશે