ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડર

Loksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે 
 

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડર

Gujarat Politics ગૌરવ પટેલ/અમદાવાદ : ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાર્યકર્તાઓને ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર 5 લાખ લીડથી જીતાવવા આહવાન કર્યું છે. ભાજપના કાર્યકર્તાઓ પર જીતનો ભાર મૂકાયો છે. પરંતું બીજી તરફ, પોતાના અનેક દિગ્ગજ નેતાઓ અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ગુમાવનાર કોંગ્રેસે પણ ચૂંટણીમાં લોહી રેડી દીધુ છે. કોંગ્રેસ કેટલીક બેઠકો પર ફૂંકી ફૂંકીને ચાલ ચાલી છે. જે બેઠકો જીતી શકાય, તે બેઠકો પર કોંગ્રેસે નવી રણનીતિ બનાવીને મજબૂત ઉમેદવારો ઉભા કર્યાં છે. જોકે, હાલ તો ગુજરાત કોંગ્રેસને બે બેનોનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. આ બંને બહેનો ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે. ઉત્તર ગુજરાતમા ગેનીબેન ઠાકોર અને અમરેલીમાં જેની ઠુમ્મર હાલ ગુજરાત કોંગ્રેસના સૌથી મજબૂત ઉમેદવાર તરીકે જોવા મળી રહ્યાં છે. બંનેને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. આ જોતા હવે ભાજપને ડર લાગે તો નવાઈ નહિ. 

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની 
ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે. તો જેનીબેન ઠુમ્મર અમરેલીથી કોંગ્રેસના ઉમેવાર છે. હાલ કોંગ્રેસના આ બંને ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. તેમાં પણ ગેનીબેન બનાસકાંઠામાં લોકપ્રિય બની રહ્યાં છે. ગઈકાલે ગેનીબેને ઉમેદવારી ફોર્મ ભરતા સમયે રેલી કાઢીને સભા સંબોધી હતી. તેમની સભામાં ઉમટેલી જનમેદની જોઈને ખુદ ગેનીબેન જાહેરમાં ભાવુક થઈ ગયા હતા. ગેનીબેનનો સામનો ભાજપના નવા ઉમેદવાર રેખાબેન ચૌધરી સાથે છે. તો અમરેલીમાં જેની ઠુમ્મરની લડાઈ ભાજપના ભરત સુતરિયા સામે છે. ભરત સુતરિયાનો ભાજપમાં જ વિરોધ થયો છે. તો ગેનીબેનને રાજકારણ વારસામાં મળ્યું છે. 

ગેનીબેન ઠાકોર મજબૂત નેતા કેમ..
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હાલ લોકસભાની 2024 ની ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી મજબૂત ઉમદેવાર તરીકે જોવા મળ્યા છે. બનાસની બેન તરીકે ઓળખાતા ગેનીબેનને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. ત્યારે ગેનીબેનનું પલડુ આ ચૂંટણીમાં કેટલું ભારે છે તેના પર એક નજર કરીએ તો, ગેનીબેન ઠાકોર છેલ્લા 28 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને બે વખત વાવના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જેથી પાર્ટીએ હવે તેમને લોકસભામાં ટિકિટ આપી છે. ગેનીબેન હંમેશા લોકો વચ્ચે રહેતા હોવાથી લોકો તેમને અસાનીથી મળી શક્તા હોવાથી મતદારોનો તેમની પ્રત્યે વિશેષ ઝુકાવ જોવા મળે છે. 

ઠાકોર સમાજના મત ગેનીબેન સાથે 
બનાસકાંઠામાં 3.42 લાખ જેટલા ઠાકોર સમાજના મત હોવાથી મોટાભાગનો ઠાકોર સમાજ તેમની સાથે છે. ગુજરાત કોંગ્રેસના એક એવા મહિલા નેતા કે જે હંમેશા પોતાના આક્રમક વલણના કારણે ચર્ચામાં રહેતા હોય છે. લોકોના પ્રશ્નો ઉઠાવતા હોવાથી લોકોની સમસ્યાઓ ગેનીબેન હલ કરશે તેવો તેમની ઉપર વિશ્વાસ હોય છે. સાથે જ અન્ય મતોની વાત કરીએ તો, દલિત અને મુસ્લિમ સમાજના 2.50 લાખ જેટલા મતદારો ગેનીબેન તરફી હોવાનું અનુમાન છે. ગેનીબેન રાજકારણના અખંડ ખેલાડી તો સામે પક્ષે રેખાબેન માટે રાજકારણ નવું સોપાન છે. ગુજરાતના કદાવર નેતા શંકર ચૌધરીને 2017માં ગેનીબેન હરાવતા વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરીએ વાવ સીટ બદલીને થરાદ ઉપરથી લડવું પડ્યું હતું. ગેનીબેન જાતિવાદી રાજકારણ ન કરતા હોવાથી અન્ય સમાજના લોકો નો તેમની ઉપર વિશ્વાસ છે. 

જેનીબેન ઠુમ્મરની લોકપ્રિયતા
જેની ઠુમ્મરને વારસામાં જ રાજકારણ મળ્યું છે. વર્ષ 2015 જેની ઠુંમર પ્રથમ વખત જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ જેની ઠુંમર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા. અઢી વર્ષ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા આ દિવસનો અનુભવ પણ લોકસભાની ચૂંટણીમાં ઘણો કામ આવશે. તેમના પિતા વિરજી ઠુંમર અગાઉ લોકસભાની ચૂંટણી અને ધારાસભ્યની ચૂંટણી લડ્યા ત્યારે ચુટંણી મેનેજમેન્ટમાં રોકાયેલા રહેતા હતા. આ ચુંટણીમાં જેની ઠુંમરની સાથે છે પિતા વિરજી ઠુંમર ચુંટણીમિ તમામ મેનેજમેન્ટનું કામ જોઈ રહ્યા છે. આથી વિરજી ઠુંમરનો બહાળો અનુભવ પણ મતદારોને રીઝવવા માટે જેની ઠુંમરને કામ આવશે. તો બીજી તરફ, જેની ઠુંમર પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા છે. કોંગ્રેસના તમામ યુવાન કાર્યકર્તાઓમાં જેની ઠુંમર લોકપ્રિય છે. ધારી વિધાનસભાની પેટા ચુટંણીના ઉમેદવારે માટે જેની ઠુમર સર્વેમાં સૌથી આગળ હતા. અમરેલી જિલ્લાના કદાવર નેતામાં જેની ઠુંમરનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news